દાહોદ પાસે ઉકરડી ગામે દાળમીલની પાછળ રમાતા જુગાર પર સાંજના સુમારે તાલુકા પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો.પોલીસે પાંચ જેટલા જુગારીઓને રોકડ, પત્તાની કેટ, 4 મોબાઈલ વગેરે મળી રૂા. 21,650ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો
દેલસર ગામના સોમાભાઈ માનસીંગભાઈ મેડા, લાલુભાઈ મલાભાઈ મેડા, ઉસરવાણના માવી ફળિયાના હીમ્મતભાઈ હરમલભાઈ માવી, ઝાલોદ રોડ, રામા હોટલ પાસે રહેતા અજયભાઈ પોપટભાઈ સાંસી, તથા દેલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર એમ પાંચે જણા ગઈકાલે સાંજના સુમારે ઉકરડી ગામે દાળ મીલની પાછળ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલી જગ્યાએ ઓચિંતો છાપો માર્યો હતો.ત્યારે જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પોલીસે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. તમામને ઝડપી પાડી દાવ પરથી તથા અંગઝડતીના મળી રૂા. 10,650ની રોકડ, પત્તાની કેટ નંગ-1 તા રૂપિયા 11000ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂા. 21,650નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ સંબંધે તાલુકા પોલીસે ઉપરોક્ત પાંચે જુગારીઓ વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.