સરકાર સાથે છેતરપિંડી:દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પાંચ કર્મચારીઓએ પોણા કરોડની ઉચાપત કરતા ખળભળાટ

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂરલ ઇકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ યોજના અંતગર્ત ફાળવવામાં આવેલા નાંણામો ખોટો ઉપયોગ કર્યો
  • કચેરીના વિભાગીય હિશાબનીશના કર્મચારીએ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી ખાતે ચાલતી યોજનાઓમાં મસમોટું કૌંભાડ સામે આવ્યું છે. જેમાં નેશનલ રુરલ ઇકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ અંતગર્ત કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતા પાંચ કર્મચારીઓએ રૂપિયા 79 લાખ ઉપરાંતની ઉચાપત કરી કૌંભાડ આચરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર મામલે કચેરીના વિભાગીય હિશાબનીશ કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતા અંજનાબેન મેઘજીભાઇ મછાર, ચંદ્રિકાબેન ચંદુભાઇ મેડા, લીલાબેન સચીનભાઇ નિનામા, મેઘાબેન કે. નલવાયા અને રાજેશ સોમસિંહ મોહનીયાએ એક બીજાના મેળાપીપળામાં દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રૂરલ ઇકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ યોજના અંતગર્ત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા 79 લાખ 68 હજાર 108ની ઉચાપત કરી નાણાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા આ સંબંધે વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવતા હેમલરાજ બારભાયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...