વોન્ટેડ ઝડપાયા:દાહોદ જિલ્લામાં વિવિધ ગુનામાં બે મહિલા સહિત નાસતા ફરતા પાંચ આરોપીઓ ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે વર્ષથી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના જીસીટીઓસી તેમજ ત્રણ વર્ષથી મહેસાણા જિલ્લા બાવલુ, બોટાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના મળી કુલ ત્રણ ગુનામાં નાસતા ફરતાં આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે મહિલા આરોપીઓને તેમજ પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડયો છે.

રાયોટીંગના ગુનામા બંન્ને વોન્ટેડ હતી
દાહોદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે મહિલા આરોપી વેસાબેન રામુભાઈ મગનભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જિ.દાહોદ) અને કાન્તાબેન પરસુભાઈ હુમલાભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જિ.દાહોદ) ને તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી હતી. દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

ત્રણ જિલ્લાઓમા ગુના આચર્યા હતા
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી રહી હતી.તે સમયે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે છેલ્લા બે વર્ષથી પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના જીસીટીઓસી તેમજ ત્રણ વર્ષથી મહેસાણા જિલ્લા બાવલુ, બોટાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના મળી કુલ ત્રણ ગુનામાં નાસતા ફરતાં આરોપી શિવરાજભાઈ ધારકાભાઈ પલાસ (રહે. ખજુરીયા, તા. ગરબાડા, જિ.દાહોદ) ને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચ મહિનાથી આરોપી ફરાર હતો.
એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી બાબુભાઈ હકલાભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાંતી ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...