તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફીટ ઇન્ડીયા:દાહોદમા ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરાયુ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી સૈનિક સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી.નાં યુવાનોએ ભેગા થઇ ફિટનેસ જાગરૂકતા માટે આયોજનમાં સામેલ થયા

દેશના 744 જિલ્લાઓમાં 13 મી ઓગસ્ટથી 2જી ઓક્ટોબર સુધી ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નું આયોજન થઇ રહ્યુ છે. જેના ભાગરુપે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર-દાહોદ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન કોલેજના એન.એસ.એસ. એકમ દાહોદ જિલ્લા અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્રામગૃહ દાહોદ ખાતે ફ્રીડમ રન 2.0યોજવામાં આવી હતી. આ ફ્રીડમ રન વિશ્રામગૃહ દાહોદ ,પોલીસ વડા ની કચેરી, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી, નગરપાલીકા, ભગીની સમાજ થઇ વિશ્રામગૃહ પોંહચી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, નહેરુ યુવા સંગઠન ગુજરાતના નિવૃત્ત ડાયરેકટર શિવદયાલ શર્મા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય નરેન્દ્રભાઇ સોની,દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી ના ઉપપ્રમુખ પંકજભાઇ શેઠ, માજી સૈનિક સંગઠનના પ્રમુખશ્રી શકરભાઇ મોહનીયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેહમાનો નો શાબ્દિક સ્વાગત અજીત જૈન, જિલ્લા યુવા અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું તે પછી મંચ પર ઉપસ્થિત તમામ મેહમાનોનો સ્વામી વિવેકાનંદનાં મોમેન્ટો અને પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને સંસદ સભ્ય દ્વારા યુવાનો ને પોતાની અને તેમના પરિવારજનો, મિત્રોની ફિટનેસ જણાવવા માટે જાગૃત કરવા માટે “ફિટનેસ કા ડોજ-આધા ઘંટારોજ” યુવાઓ ને ફિટનેસ માટે સંસદ સભ્યનો આહ્વાન આવ્હાન કરવામાં આવ્યું હતું. આજાદી કા અમૃત મહોત્સવ યાદગાર બનાવવા માટે પોતાની ફિટનેસની કાળજી રાખવા માનનીય શ્રી દ્વારા તમામ યુવાનો ને અપીલ કરી અને તે માટે યુવાનો ને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. એના પછી મંચ પર ઉપસ્થિત તમામ મેહમાનો દ્વારા ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં હાજર તમામ યુવાનો ને લીલી ઝંડી આપી ને કાર્યક્રમ નો શરુ કર્યું હતું.

આ ફ્રીડમ રનમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ના યુવાનો, એન.એસ.એસ. ના સ્વયંસેવકો, એન.સી.સી ના કેડેટ અને માજી સૈનિક સંગઠનના યુવાનો ૩૦૦ જેટલી મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર સંગઠન-દાહોદના જીલ્લા યુવા અધિકારી, જિલ્લા એન.એસ.એસ.ના નોડલ અધિકારી ડૉ.શ્રેયસ પટેલ અને સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...