ગૌ સેવા:દાહોદમાં ગૌરક્ષા સેવા સમિતિએ લગાવ્યા ફટાકડાના સ્ટોલ, ઉપાર્જિત થનારા નાણાં ગૌ સેવામાં વપરાશે

દાહોદએક મહિનો પહેલા
  • ગૌરક્ષકોની ટીમ દ્વારા ફાળો ઉઘરાવી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવવા સમિતિના કારીગરો જીવના જોખમે કરે છે કામગીરી

દાહોદ શહેરમાં આ વખતે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ફટાકડા બજારમાં ફટાકડાના બે સ્ટોલ લગાવવામાં આવ્યાં હતા. ગૌરક્ષકોની ટીમ દ્વારા ફાળો ઉઘરાવી આ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી ઉપાર્જિત થનારા નાણાનો ઉપયોગ ગૌસેવા માટે કરવામાં આવશે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં સતત ચોવીસ કલાક ગૌ માતાની રક્ષા કાજે ખડેપગે રહેતા દાહોદના ગૌરક્ષકોએ ફાળો એકઠો કરી દાહોદ શહેરમાં આવેલા કેશવ માધવ રંગમંચ ખાતેના ફટાકડા બજારમાં ગૌ સેવા સમિતિના નામના બે ફટાકડાના સ્ટોલ ઉભા કર્યા છે. સૂત્રો અનુસાર, આ ફટાકડાના વેપારમાં જે કોઈ આવક અને નફો થશે તેનો સંપૂર્ણ ઉપયોગ ગૌ માતાની સેવામાં ઉપયોગમાં લેવાશે. જેના અંતર્ગત ગૌમાતાને ઘાસચારો ખવડાવવામાં આવશે. આ ગૌરક્ષકની ટીમ અડધી રાતે પણ કામગીરી કરે છે. તેમજ મુખ્યત્વે કતલખાને લઈ જવાતા અથવા કતલ માટે બાંધી રાખેલા ગૌવંશને પણ બચાવવા માટે આ સમિતિના કારીગરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...