દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ઠુંડા ગામે એક કાચા મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જેમાં ઘાસ અને ઘરવખરીનો સામાન મળી કુલ રૂપિયા 1 લાખ 50 હજારનો મુદ્દામાલ મળી ને ખાખ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆના સિંગોર ઠુંડા ગામે રહેતા ફતેસિંહભાઈ નાયકાભાઈ બારીયાના રહેણાંક કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગની અગન જ્વાળાઓમાં માળીયા ઉપર મૂકી રાખેલ ઘાસ, લાકડા તેમજ ઘરનો સરસામાન વિગેરે આગની લપેટમાં આવી ગયો હતો.અંદાજે કુલ રૂપિયા 1 લાખ 50 હજારનું નુકસાન થયું હતું.
આ સંબંધે ફતેસિંહભાઈ નાયકાભાઈ બારીયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.