ભાસ્કર વિશેષ:પાણિયા ગામમાં ફિંગર અને આંખની રેટીના ડિટેક્ટ નહીં થતાં આધારકાર્ડથી વંચિત વિધવાનો ‘આધાર’ બન્યું તંત્ર

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈના ઘરે જઈને આધારકાર્ડ બનાવાયું હોય તેવી દાહોદ જિલ્લાની આ પ્રથમ ઘટના

લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં રહેતા ભટલીબેન પટેલના પતિ છગનભાઇ રેલવે વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓનું નિધન થયા બાદ ભટલીબેન પેન્શનના હકદાર હતા. પેન્શન માટે બેંકમાં ખાતું ખોલાવવું અનિવાર્ય હતું પણ પણ તેઓ અભણ છે અને તેમની ઉંમર પણ વધુ હોઈ હાથના ફિંગર અને આંખની રેટીના ડિટેક્ટ થતી ના હતી. આધાર કાર્ડ નીકળીના સકતા તેઓનું ખાતું બેંકમાં ખુલતું ન હતું. પેન્સનથી વંચિત ભટલીબેને આ અંગે કલેકટર કચેરી માં અરજી કરી હતી.

કલેકટર હર્ષિત ગોસાવિના માર્ગદર્શનમાં આર એ સી પાંડોર દ્વારા આધારકાર્ડની કિટને લોકેશન ઉપરથી ખસેડવા માટે બેંગ્લોર ની મુખ્ય કચેરીમાંથી પરવાનગી મેળવી હતી. એક સુપવાઈઝર અને બે ઓપરેટરોએ પાણીયા ગામે પહોંચીને એનરોલમેન્ટ કરીને ફસ્ટ સ્લીપ કાઢી હતી. તેના આધારે ભટલીબેનનું બેંકમાં ખાતું ખુલી જશે. બેંગ્લોર મોકલેલી વિગતના આધારે હવે ભટલીબેનનું યુનિક આધારકાર્ડ નંબર ક્રિયેટ થશે. કોઈના ઘરે જઈને આધારકાર્ડ બનાવાયું હોય તે દાહોદ જિલ્લાની આ પ્રથમ ઘટના છે.

વ્યથા જાણ્યા બાદ ઘરે ટીમ મોકલી હતી
મહિલાએ કચેરીએ અરજી કરી હતી. આધાર કાર્ડ કઢાવવા જઇ શકે તેવી સ્થિતિ ન હોવાનું તપાસ બાદ જણાયુ હતું. વ્યથા સમજીને તેના ઘરે ટીમ મોકલવામાં આવી હતી. એનરોલમેન્ટ બાદ ફસ્ટ સ્લીપ કાઢી આપી છે. તેના આધારે મહિલાનું બેન્ક ખાતુ ખુલી જશે. આધાર કાર્ડ નંબર બેંગ્લોરથી જનરેટ થઇને આવશે. - એ.બી પાંડોર, નિવાસી અધિક કલેક્ટર, દાહોદ

અન્ય સમાચારો પણ છે...