નાસભાગ:ખાતરની 100 થેલી આઇસરમાં ભરી લીધી, પોલીસ આવતાં નાસભાગ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો ચોરી કરવા માટે આઇસર લઇને આવ્યા હતા : મોટીઝરીના બે ઝડપાયા

દેવગઢ બારિયા માં રાતના સમયે આઇસર ટેમ્પો લઇને ખાતરની ચોરી કરવા આવેલી ટોળકી ગોડાઉનના તાળા તોડીને ખાતરની થેલીઓ ભરી રહ્યા હતાં. તે વખતે ચોકીદારની આંખ ખુલતાં થયેલી બૂમાબૂમથી પાંચ તસ્કરો ફરાર થઇ ગયા હતા જ્યારે મોટીઝરી ગામના બે તસ્કરો ઝડપાઇ ગયા હતાં. પોલીસે આઇસરમાં ભરેલી ખાતરની 100 થેલી સાથે ટેમ્પો જપ્ત કર્યો હતો.

દેવગઢ બારિયાના અનાજ માર્કેટમાં રાસાયણીક ખાતરનો વેપાર ધંધો કરતાં ઇબ્રાહીમભાઇ ઇસ્માલભાઇ બાજીના ખાતરના ગોડાઉનને રાત્રે તસ્કરોએ નીશાન બનાવ્યુ હતું. ગોડાઉનના તાળા તોડીને તસ્કરો આઇસર માં બિન્ધાસ્તપણે ખાતરની થેલીઓ ભરી રહ્યા હતાં. એક એક કરીને તેમણે ટેમ્પોમાં ખાતરની 100 થેલીઓ ભરી લીધી હતી. આ વખતે ગોડાઉનના ચોકીદાર ઉધાવળા ના શિવરાજભાઇ ની આંખ ખુલી ગઇ હતી.

જેથી તેમણે માલિક ઇબ્રાહીમભાઇને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. ઇબ્રાઇમભાઇએ પળનો વિલંબ કર્યા વગર પોલીસને જાણ કરી દીધી હતી. ઇબ્રાહીમભાઇ અને પોલીસ ગોડાઉન પહોંચતાં તસ્કરોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પીછો કરીને મોટીઝરી ના લાલુ ભોપત બારીયા તથા ઇશ્વર રૂપસીંગ પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ તસ્કરો ફરાર થઇ ગયા હતાં. પોલીસે 17,290 ની ચોરી કરેલી યુરીયા ખાતરની 100 જેટલી થેલીઓ અને આઇસર ટેમ્પો કબજે લીધો હતો.આ સંદર્ભે બ્રાહીમભાઇ બાજીની ફરિયાદ આધારે ગુનો નોંધી ભાગી ગયેલા લોકોની શોધખોળના ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...