તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સગીરાનું અપહરણ કરતાં બે યુવકો સામે ફરિયાદ, અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતેલાના યુવકે સીંગવડના જામદરા ગામના મિત્રની મદદથી અપહરણ કર્યુ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના માળુ ફળિયામાં રહેતો જગદીશ ચન્દુ પટેલ તારીખ 22 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં સીંગવડ તાલુકાની એક 17 વર્ષ સગીરાને પોતાની પત્ની તરીકે રાખવા માટે સીંગવડ તાલુકાના જામદરા ગામ મિત્ર પરેશ રત્ના બારીયાની મદદથી અપહરણ કરી ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં અપહરણ કરાયેલી સગીરાની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

સગીરાને ભગાવવામાં સાથ આપનાર યુવક ગામનો જ હોય તેની સાથે પરત સોંપવાની વાત થઇ હતી. ત્યાર બાદ પણ શોધખોળ કરવા છતાં સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો અને પરત સોંપેલ પણ નહી. જેથી પોતાની પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરનાર જગદીશ ચન્દુ પટેલ તથા સાથ આપનાર તેના મિત્ર પરેશ રત્ના બારીયા વિરૂદ્ધ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો