વિવાદ:કાળાખુંટમાં ‘ચૂંટણીમાં પ્રચાર કેમ કરો છો’ કહી બે સાથે મારામારી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છોડાવવા પડેલા એકને પણ પથ્થર મારી પગે ઇજા કરી
  • ફળિયામાં રહેતા બે હુમલાખોરો સામે ગુનો દાખલ કરાવ્યો

ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામના રહેતા લક્ષ્મભાઇ વિરાભાઇ મીનામા તથા તેમના ફળિયામાં રહેતા માલાભાઇ નારસીંગભાઇ ભુરીયા બન્ને જણા વાંસીયા ડુંગરી ગામે ઘરના કામ માટે ગયા હતા અને તેમનું કામ પતાવી વાસીયાડુંગરીથી મોટર સાયકલ ઉપર ઘરે આવવા નિકળ્યા હતા. તે દરમિયાન ગામની નિશાળ નજીક કુવા પાસે બન્ને રોડની સાઇડમાં ઉભા હતા.

તે દરમિયાન તેમના ફળિયાના અભેસીંગ નગજી મીનામા તથા ચારેલ વલીયા મીનામા ગાડી ઉપર આવી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી અભેસીંગએ છુટ્ટો પથ્થર મારતાં કાન નજીક વાગતા લોહી નીકાળી નીચે પડી જતા માર મારવા લાગ્યા હતા.

આ સમયે માલાભાઇ છોડાવવા જતાં તમે ચૂંટણીમાં કેમ પ્રચાર કરો છો કહી જોરજોરથી ગાળો બોલતા નજીકમાં ઉભેલા કુટુંબી કેસીયાભાઇ સુનીયાભાઇ છોડાવવા આવતાં તેમને પણ છુટો પથ્થર મારતાં ડાબા પગના નળા ઉપર ઇજા થઇ હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ સંદર્ભે લક્ષ્મણભાઇ વિરાભાઇ મીનામાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...