તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘ખોટી ફરિયાદ કરો છો’ કહીને દિયર અને દેરાણીની ભાભી સાથે મારામારી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વચ્ચે છોડાવવા પડેલ માતાને પણ પુત્રે લાકડી મારતાં ઇજા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરામાં અમારી વિરૂદ્ધ ખોટી ફરિયાદો કેમ કરો છો કહી ભાભી ઉપર લાકડીથી હુમલો કરતા છોડાવવા પડેલ માતાને પણ લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભાભીએ દિયર-દેરાણી અને ભત્રીજાઓ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામના શારદાબેન ધનજીભાઇ ગરાસીયા તેમના સાસુ લાલીબેન ગલાભાઇ તથા ઘરના બીજા સભ્યો જમી પરવારી સાંજના સમયે ઘરના આંગણામાં સુતા હતા.

ત્યારે તેમના દિયર મનજીભાઇ ગલાભાઇ ગરાસીયા, દેરાણી જમનાબેન મનજીભાઇ ગરાસીયા તથા તેમનો પુત્ર અજય અને મીથુન ચારેય જણા તેમના ઘરે આવ્યા હતા અને તમોએ અમારા વિરૂદ્ધ ખોટી ખોટી ફરિયાદો કરો છો તેમ કહી ગાળો બોલતા હતા જેથી શારદાબેને ગાળો બોલવાની ના પાડતાં ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ દેરાણી જમનાબેને શારદાબેનને પકડી જમીન ઉપર પાડી દીધા હતા અને દિયર મનજીભાઇએ લાકડી જમણા પગે નળા ઉપર મારી દીધી હતી.

આ દરમિયાન શારદાબેનના સાસુ લાલીબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ લાકડી મારી ડાબા હાથે બાવળાના ભાગે ઇજા કરી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં છોકરાઓ તથા વહુ સુમીત્રાબેન દોડી આવતાં ચારેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાગી ગયા હતા. આ સંદર્ભે શારદાબેને હુમલાખોર દિયર, દેરાણિ અને ભત્રીજાઓ વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...