વિવાદ:નઢેલાવમાં સમાધાન મુદ્દે મહિલા સાથે મારામારી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના સબુરભાઇ શનુભાઇ મેડા તથા ફળિયામાં રહેતા નગરસિંહ રતનસિંહ ભાભોર વચ્ચે અઠવાડીયા પહેલા ઝઘડો થયો હતો. તેના સમાધાન માટે તારીખ 13મીના રોજ બપોરના અરસામાં બન્ને પક્ષના માણસો જેસાવાડા તળાવની પાળ ઉપર ભેગા થયા હતા. ત્યારે બન્ને પક્ષના માણશો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હતી.

તે દરમિયાન સબુરભાઇના ફળિયામાં રહેતો સંજય રમેશ ભાભોર, રતના મનીયા ભાભોર તથા બરસીંગ રતના ભાભોર એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલવા લાગેલ જેથી સબુરભાઇના ભાઇ રમીલાબેને ગાળો બોલવાની ના પાડતાં ત્રણેય જણા દોડી આવી રમીલાબેનને ગડદાપાટુનો માર મારતાં સબુરભાઇ તથા તેમની પત્ની અને ચતુરભાઇ છોડાવવા વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા.

ત્યારે અમારી સાથે સીધી રીતે સમાધાન કરી લેજો નહીં તો તમને ગામમાં જીવતા નહીં રહેવા દઇએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય જણા નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત રમીલાબેનને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે સબુરભાઇ શનુભાઇ મેડાએ ફળિયામાં રહેતા હુમલાખોરો વિરુદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...