તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ટેન્કર ઉભું રાખવાનું કહેતાં પેથાપુરમાં 2 સાથે મારામારી

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામના જ ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના રમેશભાઇ દીતાભાઇ ડામોર તથા તેમની પત્ની રમીલાબેન અને તેમના મોટાભાઇ મનસુખભાઇ ત્રણેય જણા તેમના ખેતરમાં કુવેથી મશીનથી ઘઉંને પાણી પીવડાવતા હતા. ત્યારે ટેન્કર કૂવે પાણી ભરવા આવતાં રસ્તામાં રમેશભાઇની પાણીની પાઇપ હોવાથી ટેન્કરવાળાને થોડીવાર ઉભો રહેવા માટે કહેતા સામુ મલા ડામોર, વિનોદ સામુ ડામોર તથા કાળુ સામુ ડામોર ત્રણેય જણા તમે ટેન્કર કેમ ઉભુ રાખો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ રમેશભાઇને દાતરડુ લાકડી મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મનસુખભાઇને ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાલો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે રમીલાબેન રમેશભાઇ ડામોરે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો