વિવાદ:આંબાકાચમાં ચૂંટણી મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી : 2 મહિલા સહિત 4ને ઇજા

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હુમલો કરી એકનું માથુ ફોડ્યું તો બીજાના નાકે ફ્રેક્ચર : 13 સામે ગુનો દાખલ

આંબાકાચમાં ચુંટણીમાં હારવાની અદાવતમાં 10 લોકોએ ગુનાઇત કાવતરૂં રચી સામાન્ય ઈરાદો પાર પાડવા સારૂ તેમના જ ગામના સામા પક્ષવાળાના ઘરે જઈ એકને મારી તેમના ઘરો તરફ ખેંચી જઈ મારી નાંખવાના ઈરાદે માથામાં ડાંગ મારી જીવલેણ ઈજા કરી હતી. તેમજ અન્ય બે મહિલા સહીત ત્રણને મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આંબાકાચના મોહનીયા કુટુંબના વિપુલ સમસુ, અજીત સમસુ, સમસુ છગન, નારણ સબુર, રમેશ વાલચંદ, જયેશ રમેશ, નવીન નરજુ, રાજુ નરજુ, અરવીંદ કાળીયા, ફતીયા ખીમલા તથા નબળા ખીમલા તમામ ભેગા મળી ટોળકી બનાવી લાકડીઓ તથા પથ્થરો લઈ ચુંટણીમાં હારી જવાની અદાવતમાં કનુભાઈ પલાસ તેમજ મનુભાઈના ઘરે આવી મનુભાઈને શરીરે લાકડીઓ તેમજ મારમારી તેમના ઘરો તરફ ખેંચીને લઈ ગયા હતા. મનુભાઈને મારી નાખવાના ઈરાદે અજીત મોહનીયાએ તેના હાથમાની ડાંગ વડે માથાના ભાગે ફટકો મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.

તમામે ભેગા થઈ કનુભાઈ પલાસ તેમજ મનુભાઈને મારમારી ઈજાઓ કરી હતી. તેમજ સુમલા ડામોર, ૨મીલા ડામો૨ તથા કાજલ ડામોરને લાકડી તથા મારમારી ઈજાઓ કરી તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

જ્યારે સુનીલ ગલા મોહનીયા, ભારત નરવા મોહનીયા, સવા કશના મોહનીયા વોટ નહી આપવાની અદાવતમાં તેમના ઘરે આવી બિભત્સ ગાળો બોલી ગોફણ વડે છુટ્ટા પથ્થર મારી તેજમ લાકડીઓ મોઢાના ઉપર મારતાં રસીયાભાઇ મોહનીયાએ નાકના ઉપરના ભાગે ફ્રેક્ચર કરી લોહી કાઢી નાખી તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ સંદર્ભે બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ 14 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...