ઉંઘતા ઝડપાયા:દાહોદમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ વેળાએ કોંગી ધારાસભ્ય મંચ પર જ ઉંઘી ગયા

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય નિંદ્રાધીન થઈ જતા રમુજ ફેલાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એમસ ઋષિકેષમાં ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ હતુ. તે દરમિયાન દાહોદના રેલવે હોસ્પિટલમાં પણ ઓક્ટોબર પ્લાન્ટનુ લોકાર્પણ કરાયુ હતુ. જેમા દાહોદના ભાજપી સાસંદ જસવતસિહ ભાભોર અને કોગી ધારાસભ્ય વજેસિહ પણદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. એક તરફ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે દાહોદના ધારાસભ્ય વજુભાઈ મંચ ઉપર જ ઉંઘી ગયા હતા.

બિન્દાસત નિંદ્રાધીન થઈ જતા ઉપસ્થિતોમા ચર્ચા સાથે ભારે રમુજ ફેલાઈ હતી. હવે ચુંટણી નજીક છે ત્યારે આવા જવાબદાર નેતા કેટલા જાગૃત છે. એવો ગણગણાટ પણ થઈ રહ્યો હતો. આમ પણ દાહોદ શહેર વિસ્તારમાં પણ તેઓ ઓછા દેખાય છે. ત્યારે આવનાર સમયમા આવી ઘટનાઓના પ્રત્યાઘાત પડશે તે હાલ કહેવુ અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...