ફરિયાદ:ઝઘડાની અદાવતે હુમલાના ભયે ત્રણ જણાં ટ્રેક્ટર છોડી ભાગ્યા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે તને જીવતો નથી છોડવાનો કહી મારવા દોડ્યો હતો

દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગામનો અને ડ્રાઇવીંગનો ધંધો કરતાં રાકેશભાઇ પ્રતાપભાઇ કોડા (કોળી) સોમવારના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં તેમના ગામના સંજયભાઇ જવાહરભાઇ પરમારનું જીજે-20-બી-5058 નંબરનું ટ્રેક્ટર લઇ પાનમ નદીમાંથી પથ્થરો ભરી પર્વતભાઇ કાલમભાઇ પરમાર તથા તેમની પત્ની વિશાલબેન ટ્રેક્ટરમાં પથ્થરો ભરી લઇ આવતા હતા. તે દરમિયાન તેમના ગામનો હિતેશ કલ્યાણસિંહ પરમાર રોડ ઉપર લાકડા તથા પથ્થરોની આડ મુકી રોડ ઉપલ પલાઠી વાળી બેઠો હતો.

જેથી રાકેશભાઇએ ટ્રેક્ટર ઉભુ રાખતાં હિતેશ કલ્યાણ પરમાર એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી પથ્થરો લઇ જુના ઝઘડાની અદાવત રાખી ગયા ઝઘડામાં તો તુ બચી ગયો હતો આજે તને જીવતો છોડવાનો નથી કહી મારવાં દોડતાં રાકેશ તથા પર્વતભાઇ અને તેમની પત્ની ત્રણેય જણા ટ્રેક્ટરમાંથી ઉતરીને ભાગી ગયા હતા. ટ્રેક્ટરમાં ચાવી રહી જતાં હિતેશ કલ્યાણ પરમાર ટ્રેક્ટર લઇને નાસી જઇ તેના ઘરની બાજુના ખાડામાં પાડી દઇ ટ્રેક્ટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ સંદર્ભે રાકેશભાઇ કોડા (કોળી)એ સાગટાળા પોલીસ મથકે હિતેશ કલ્યાણ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...