તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિરપુરમાં ગટરના પાણી માર્ગો પર ફરી વળતાં રોગચાળાનો ભય

વિરપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગટર લાઇનો ચોક અપ થતાં ઠેર ઠેર ગંદકીએ માજા મુકી છે. - Divya Bhaskar
ગટર લાઇનો ચોક અપ થતાં ઠેર ઠેર ગંદકીએ માજા મુકી છે.
 • ચૂંટણી સમયે હાથ જોડતા સભ્યો પ્રજાની વાત સાંભળતા નથી
 • અનેકવાર સભ્યો-સ્થાનિક પંચાયતને રહીશોની રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા પ્રજાજનોની સુવિધાઓના વિકાસના કાર્યો માટે કરોડો રૂપિયાની જંગી ગ્રાન્ટ આપતી હોવા છતાં નગરનો વિકાસ માત્ર નોંધપાત્ર થાય છે. વિરપુર નગરની મોટાભાગની ગટર લાઇનમાં ભંગાણ તેમજ ચોકઅપ થતાં ઠેર ઠેર ગંદકીવાળુ પાણી જાહેર માર્ગો પર ફરી વળતા નગરમાં હાલની પરિસ્થિતિએ ઠેર ઠેર ગંદકીવાળુ પાણી માર્ગ પર વહેતું જોવા મળી રહ્યુ છે. તથા વર્ષો અગાઉ બનાવેલી ગટર લાઈન પણ ખંડેર હાલતમાં છે.

આ બાબતને લઈને સ્થાનિક રહીશોએ અનેકવાર પંચાયત સભ્યો તથા સ્થાનિક પંચાયતને રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી સભ્યો કે સ્થાનિક પંચાયત દ્વારા પ્રજાની વાત સાભંળતા નથી કે અને ગટર વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ચુંટણી સમયે મત માટે હાથ જોડતા સભ્યો પ્રજાની વાત સાભંળતા નથી જેને લઇને ગ્રામજનોનો સભ્યો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

જેટ મશીનની જરૂર છે જે મંજૂર થયેલ છે
વિરપુર ભૂગર્ભ ગટર યોજનામાં અમુક જગ્યાએ ગટર ઉભરાઈને રસ્તા પર ગંદુ પાણી નીકળવાથી ગંદકીનો પ્રશ્ન છે. જેનું મુખ્ય કારણ અમુક ખુલ્લી ગટરોમાંથી પ્લાસ્ટિક જવાથી અને અમુક કઠણ વસ્તુ ભૂગર્ભ ગટરમાં જવાથી લાઈનો ચોકઅપ થતી હોય છે. આના કાયમી ઉકેલ માટે જેટ મશીનની જરૂર છે. જેની અમોએ જિલ્લા પંચાયતમા માગણી કરેલી છે અને મંજુર પણ થયેલી છે. જેટ મશીન આવશે ત્યારબાદ ગંદકીની સમસ્યા દૂર થશે. - નરેશ પટેલ, તલાટી કમ મંત્રી, વિરપુર

દર વખતે ગંદકીની સમસ્યાની રજૂઆત કરી છે
વિરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સૌથી વધારે ગંદકીની સમસ્યા અમારા વોર્ડમાં છે. અને ગ્રામપંચાયતની મીટિંગમાં દરવખતે ગંદકીની સમસ્યા માટે બાકીના સભ્યો સરપંચ અને તલાટીને રજૂઆત કરી છે. સફાઈ કામદારોને વેતન આપવા છતાં તેમની મનમાની કરી રેગ્યુલર આવતા નથી. - યુસુબ પઠાણ, ગ્રામ પંચાયત સભ્ય

મારા વોર્ડમા ખુલ્લી ગટરનું પાણી રોડ પર પ્રસરતાં ગંદકી રહે છે
મારા વોર્ડના હોળી ચકલા વિસ્તારમાં ખુલ્લી ગટરનું પાણી રોડ પર પ્રસરતા ગંદકી રહે છે. જેનો કાયમી ઉકેલ લાવવા માટે પંચાયતમાં ઉગ્ર રજૂઆત કરેલી છે. જેના ભાગરૂપે મુખ્ય રસ્તો હોવાથી ત્યાં પાઇપ નાખી પાણી નીકળવાનો નિકાલ કરવા માટે મંજુર થઈ ગયેલી છે. ચૂંટણી પૂરી થતાં આ કામ ચાલુ કરવામાં આવશે પછી હોળી ચકલા વિસ્તારમાં ગંદકીની સમસ્યા થશે નહિ. - દિલીપભાઈ શુક્લ, ગ્રામ પંચાયત સભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો