મુસાફરોમાં ભય ફેલાયો:દાહોદ રેલવે સ્ટેશને બોંબની અફવાથી ભય, પોલીસની તમામ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ બેગોમાં તપાસ હાથ ધરાઇ હતી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં રેલવે સ્ટેશને બિનવારસી બેગમાં બોમ્બની તપાસ કરતું સ્કવોર્ડ. - Divya Bhaskar
દાહોદમાં રેલવે સ્ટેશને બિનવારસી બેગમાં બોમ્બની તપાસ કરતું સ્કવોર્ડ.
  • ડોગસ્કવોડની તપાસથી ભય ફેલાયો
  • આખરે મોકડ્રીલનું ખુલતાં ચિંતા દૂર થઇ

દાહોદ શહેરના રેલવે સ્ટેશને બીનવારસી પડેલી બેગમાં બોમ્બ હોવાની અફવાના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. ડોગ સ્કવોર્ડ દ્વારા કરાયેલી ઘનિષ્ઠ તપાસથી ઉપસ્થિત મુસાફરોમાં ભય ફેલાયો હતો. દાહોદ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ને રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાની બાતમીના આધારે તપાસ કરતા પ્લે ટફોર્મ નંબર 1 પર એક બેગ લાવરીશ અવસ્થામાં પડેલો બાતમી મળતા હોવાની માહિતી મળતા RPF, રેલવે પોલીસ, અન્ય એજેન્સીના અદિકારીઓ સહિત અન્ય સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

જોકે આ એક મોકડ્રિલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. દાહોદ શહેરના રેલવે સ્ટેશને ગુરુવારે વહેલી સવારના સમયે પ્લેટફોર્મ નંબર 1 ઉપર બિનવારસી બેગમાં બોમ્બ મુકાયો હોવાની બાતમી આરપીએફના આઇપીએફ લીનેશબેન બૈરાગીને મળી હતી. ઘટના પગલે આરપીએફના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પ્લેટફોર્મ નંબર એક પર એક બેગ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા આરપીએફ દ્વારા, આ બાબતની જાણ ટાઉન પોલીસ, ગુજરાત રેલવે પોલીસ, બોમ્બ સ્કવોડ, સ્ટેશન માસ્ટર, સીએમઆઈને કરવામાં આવી હતી. રેલવે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને રેલવે સ્ટેશન ખાતે દોડી જતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કોડ સહિત તમામ એજન્સી એકાએક દાહોદ રેલવે સ્ટેશન ઉપર પહોંચતા દાહોદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડોગસ્કવોર્ડ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઇ હતી. પોલીસની તમામ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ બેગોમાં તપાસ હાથ ધરી હતી અંતે આ કામગીરી મૌકડ્રિલ હોવાનું જણાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...