• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Father's Daughter Working As Driver In Dahod Got A1 Grade With 99.54 Percentile, Achieved Success By Reading 8 Hours Daily

ડ્રાઇવરની દીકરીએ ડંકો વગાડ્યો:દાહોદમાં ડ્રાઇવરની નોકરી કરતા પિતાની પુત્રીએ 99.54 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો, રોજના 8 કલાક વાંચન કરી સફળતા મેળવી

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા લોડીંગ પીકઅપ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, દીકરીને MBA કે MCA કરવાની ઇચ્છા
  • સાત વિષયમાં 90 અને 90 કરતા વધારે ગુણ મેળવ્યા, આંકડાશાસ્ત્રમાં 98 ગુણ, અર્થશાસ્ત્રમાં 95 ગુણ

દાહોદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 87.36 ટકા જેટલુ ઉંચુ પરિણામ આવ્યું છે. જેમાં મહત્તમ પરીક્ષા કેન્દ્રોના પરિણામ ઉત્કૃષ્ટ આવ્યા છે. ત્યારે ફક્ત પાંચ જ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જેમાં દાહોદના લોડીંગ પીકઅપ ચલાવવાની નોકરી કરતાં ડ્રાઇવરની દીકરીએ 90.57 ટકા તથા 99.54 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી પરિવાર તેમજ પોતાના સમાજનું ગૌરવ વધાર્યુ છે.

દાહોદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 87.36 ટકા આવ્યું છે. જિલ્લામાં 10 હજાર 430માંથી માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે. જેમાં દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હિના ભગવાનદાસ આઇદાસાણીએ કોમર્સમાં 90.57 ટકા સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેના પિતા ભગવાનદાસ લોડીંગ પીકઅપ ચલાવવાની સામાન્ય નોકરી કરે છે તેમ છતાં હિનાએ અથાગ મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે.

હિનાએ આંકડાશાસ્ત્રમાં 98, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં 96, અર્થશાસ્ત્રમાં 95 અને એકાઉન્ટ વિષયમાં 95 ગુણ મેળવ્યા છે. 700 માંથી 634 ગુણ સાથે તેણે 90.57 ટકા પ્રાપ્ત કર્યા છે અને હિનાના પર્સન્ટાઇલ 99.54 છે. આમ સામાન્ય પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવી છે. હિનાએ આ અંગે જણાવ્યું હતું કે રોજ 7થી 8 કલાકનું તેનું નિયમિત વાંચન હતુ અને હવે તે ગ્રેજ્યુએશન પછી એમબીએ અથવા તો એમસીએ કરવાની ઇચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...