બબાલ:લીલરમાં જમીનના ભાગ મુદ્દે પથ્થરો મારતાં પિતા-પુત્ર ઘાયલ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સહિયારી જમીનના ભાગ માટે ભેગા થતાં બબાલ થઇ હતી

લીલરના દિનેશભાઇ બીલવાળ તથા તેના પિતા અને બાબુભાઇ, કાળાભાઇ તથા પંચના માણસો સાથે તેમના કુટુંબી કનુભાઇ બીલવાશ, રમેશભાઇ બીલવાળ, બરાભાઇ બીલવાળ તથા મુકેશભાઇ બીલાવળની સહીયારી જમીનના ભાગ પાડવા માટે ભેગા થયા હતા. ત્યારે સહીયારી જમીનના ભાગ પાડતી વખતે કનુભાઇ તથા રમેશભાઇ ગાળો બોલી કહેવા લાગેલ કે તમને વધારે જમીન જોઇએ છે તેમ કહેતા બાબુએ ગાળો બોલવાની ના પાડી કહેલ કે અમારે વધારે જમીન નથી જોઇતી તેમ જણાવતા કનુ બીવલાળ અને રમેશ બીલવાળ ઉશ્કેરાઇ જઇ જમીન પરથી પથ્થરો લઇ છુટ્ટા પથ્થરો મારવા લાગ્યા હતા.

ચાર હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
જેમાં ગુલાબભાઇને માથામાં તેમજ ડાબા હાથે કોણીના ભાગે પથ્થરો વાગતાં લોહી નીકળવા લાગેલ આ દરમિયાન કનુભાઇ તથા રમેશભાઇને પથ્થરો મારવાની ના પાડતાં બરા મડીયા તથા મુકેશ બરાએ પણ છુટ્ટા પથ્થરો મારતા દિનેશને પીઠના ભાગે ઇજા થઇ હતી. ત્યાર બાદ લોકોએ આવી વધુ મારથી બચાવ્યા હતા.ચારે હુમલાખોરો જાનથી મારવાની ધાકધમકીઓ આપતા અને જતા જતા ઘરો ઉપર પથ્થરો મારી ઘરના નળીયા તોડી નાખી નુકસાન કર્યું હતું. આ સંદર્ભે દિનેશભાઇ ગુલાભાઇ બીલવાળે કતવારા પોલીસ મથકે કુટુંબી ચાર હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...