અકસ્માત:બોલેરોએ બાઇકને અડફેટે લેતાં પિતા-પુત્રને ઇજા, પિતા-પુત્રને ઝાલોદ ખસેડાયા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીના વિક્રમભાઈ હેમચંદભાઈ પરમાર તથા તેમનો પુત્ર 11 વર્ષિય નીલકંઠ ભાઈ રૂપાખેડા ગામે પોતાના સંબંધીને ત્યાં જઈ પરત ઘરે આવી રહ્યા હતા. તેવા સમયે સુખસર થી સંતરામપુર જતા હાઈવે માર્ગ ઉપર નીલ કમલ સોમીલની સામે આવતા સામેથી બોલેરો નંબર જીજે-૦૭.વાયવાય-૭૭૨૦. ના ચાલકે પોતાના કબજાની ગાડીને પૂરપાટ હંકારી લાવી વિક્રમભાઈ પરમારની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી.

જેથી વિક્રમભાઈ પરમારને જમણા પગે ત્રણ જગ્યાએ ફેક્ચર થયુ હતું. પુત્ર નીલકંઠને જમણા પગે ગંભીર ઇજાઓ થઇ હતી..બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાં વિક્રમભાઈ પરમારની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. ચાલક બોલેરો લઇને ફરાર થતાં તેનું વ્હીલ ફાટી ગયું હતું. સુખસર પોલીસે પીછો કરતા ગોઠીબ પાસેથી બોલેરો સહિત તેના ચાલકની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...