• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Farmers Of Dahod District Will Now Be Able To Spray Nano Urea With Drones, Farmers Were Informed By Demonstration In Chandwana.

ખેતી આધુનિક બનશે:દાહોદ જિલ્લાનો ખેડૂત હવે ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરી શકશે, ચંદવાણામાં ડેમોસટરેશન કરી ખેડૂતોને માહિતગાર કરાયા

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત પ્રમુખે ખેડૂતોને આધુનિક ઢબે ખેતી કરવા જણાવ્યું

દાહોદ તાલુકાનાં ચંદવાણા ગામમાં કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોનટેકનોલોજી દ્વારા નેનો યુરીયા ખાતરના છંટકાવ કરવા અંગેનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. તેઓએ ખેડૂતોને આધુનિક ઢબે ખેતી કરવા જણાવ્યું હતું અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા કહ્યું હતું.

ડ્રોનથી છંટકાવ કેવી રીતે થાય તે બતાવાયુ
આ કાર્યક્રમમાં ડ્રોન ટોકનોલોજી દ્વારા કેવી રીતે નેનો યુરીયા છંટકાવ કરાય અને તેમાં લાભ અંગેની સહાય માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ માર્ગદર્શન આવ્યું હતું. જેથી ખેડૂતો ને વધારે માહિતગાર થાય અને ડ્રોન ટેકોનોલોજીનો લાભ મેળવે. ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાનના ઉપયોગ)નો લાભ કેવી રીતે અને કેટલો લાભ ખેડૂતો લઈ શકે તેની માહિતી અપાઇ હતી.

ખેડૂતને પ્રતિ એકર 340 રુપિયાનો જ ખર્ચ થશે
ડ્રોન ટેકનોલોજી યોજના અંતર્ગત ખેડૂતોને ડ્રોનથી છંટકાવ કરવા માટેના રૂ.600/- પ્રતિ એકર અને 500 મિલી નેનો યુરીયાની બોટલનાં રૂ.240/- આમ કુલ રૂ.840/- નાં ખર્ચની સામે રૂ.500/- પ્રતિ એકર સહાય આપવામાં આવનાર છે. ખેડૂતને ફક્ત રૂ. 340/-પ્રતિ એકરમાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છાંટી આપવામાં આવશે.

વધુમાં વધુ પાંચ વાર છંટકાવ કરી અપાશે
ડ્રોન ટેકનોલોજી યોજના અંતર્ગત એક ખેડૂતને વધુમાં વધુ પાંચ એકર વિસ્તાર માટે છંટકાવ કરી આપવામાં આવશે. અને એક ખેડૂતને પાંચ છંટકાવ સુધી સહાય મળવાપાત્ર થશે. ડ્રોન ટેકનોલોજી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે પોતાના આધાર પુરાવા જેવા કે 7/12 અને 8-અ ની નકલ, આધારકાર્ડ અને બેન્ક પાસબુક લઈ નજીકની ગ્રામપંચાયત, તાલુકા પંચાયત કે સાયબર કાફેમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.26/8/22 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...