ગાય ગૌહરી:​​​​​​​દાહોદના ગરબાડામા પ્રસિદ્ધ ગાય ગોહરીનુ આયોજન, ગાયોનો શણગાર ખરીદવા છેલ્લી ઘડી સુધી ભીડ

દાહોદએક મહિનો પહેલા
  • કોરોનાને કારણે બંધ રહેલી ગાય ગોહરી બે વર્ષે યોજાશે

અનેકવિધ પ્રકારના શારીરીક અને આદ્યાત્મિક કષ્ટ વેઠીને ગાયોને પોતાના શરીર ઉપરથી પસાર કરાવનાર ગોવાળો ભારે ધન્યતા અનુભવે છે. સામાન્યત સંજોગો ગાયોના ધણ નીચે આળોટતા ગોવાળાઓના શરીરે નાની મોટી ઈજઓ નજરે જોવાતી હોવા છતાં તેઓને કોઈપણ પ્રકારનુ દર્દ કરે પીડા ન થતી હોવાનું જણાવે છે. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કોરોના મહામારી ને કારણે આ વર્ષે પણ દાહોદમાં ગાય ગોહરી ઉજવવા મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે આવતી કાલે ગરબાડામા સુપ્રસિદ્ધ ગાય ગોહરીનુ આયોજન કરવામા આવ્યુ છે.

આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમા આ ગાય ગૌહરીમાં જે ગોવાળો પોતાના શરીર ઉપરથી ગાયો પસાર કરાવે છે તે સૌ પ્રથમ શુધ્ધતાને મહત્વ આપે છે. જ્યા સ્વચ્છતા ત્યા પ્રભુતાના સુત્ર મુજબ જે તે દિવસે આ ગોવાળ ઉપવાસ કરે છે. ગાયોની સાથે ગોવાળનુ પણ પુજન કરાય છે અને તિલક કરાય છે. ગોવાળનું પુજન થતાની સાથે જ જાણે તેનામાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો હોય તેમ તેનામાં દિવ્ય તેજ આવી જાય છે.

ઘસમસતા આવતા ગાયોના ટોળા અત્યંત ભીડભાડની વચ્ચે માર્ગ ઉપર આળોટતા આ ગોવાળો ઉપરથી પસાર થાય છે. સામાન્ય જનમાં એક પ્રકારનો ભય સાથેનો રોમાંચ ઉદ્‌ભવે છે પણ ઉદ,આહ નો એક ઉચ્ચાર કર્યા સિવાય કોઈપણ પ્રકારની યાતના વેઠવા આ ગોવાળો માનસીક રીતે તૈયાર હોય છે. કેટલીક વાર ગાયોની ખરીની ગોવાળનું શરીર છોલાઈ જાય છે અને લોહી પણ નીકળી જાય છે પરંતુ આ ઈજાઆને હસ્તે મોઢે સહન કરી લે છે ત્થા તે ઈજા તેની પ્રભુ ભક્તિ અથવા ગાયોની સાર સંભાળમાં કચાસ રહી હોવાનાનુ માન છે ત્થા આ ઈજાઓ અંગે કોઈ દવા સારવારની જરૂરત રહેતી નથી તેવુ જણાવે છે. આ ગાય ગૌહરી આમ તો નવા વર્ષ થી શરૂ થાય છે અને ઠેર ઠેર યોજાય છે જે તે વિસ્તારના ગોવાળો અને તેના કુટુમ્બીજનોનો હક્ક પહેલો હોય છે.

કેટલાક ચોક્કસ વિસ્તારમાં ચાર,પાંચ કે તેથી વધુ ગોવાળો ગાયોના ધણ નીચે આળોટતા હોય છે અને પરંપરાઓે જાળવતા હોય છે. ગાય ગૌહરીનુ મહત્વ ગોપાષ્ટમીના દિને વધુ રહે છે ત્થા ગાય ગૌહરીના દર્શન કરાવનાર આ ગોવાળો અનેકવિધ પ્રકારના કષ્ટ વેઠી ઉપસ્થિત હજારોની મેદનીને સાક્ષાત ગૌ અને હરી એટલે કે, ગોપાલકૃષ્ણની લીલાની અનુભુતિ કરાવે છે. દાહોદના ગરબાડામા નવા વર્ષે આ વખતે ગાય ગોહરીનુ આયોજન કરવામા આવ્યુ છે. ગાયોને શણગારવાની કામગીરી પૂર્ણ કરવામા આવી છે ત્યારે છેલ્લી ઘડી સુધી ગાયોને શૃંગાર કરવા માટેના મોરપીંછ, ઘુઘરા અને રંગોની ખરીદી માટે ગોપાલકોની ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...