અંધશ્રદ્ધાનું ભુત:દેવગઢ બારીયાના બૈણા ગામમાં ડાકણ હોવાનો વહેમ રાખી મહિલા સહિત પરિવારજનો પણ જીવલેણ હુમલો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'તું મારી પત્નીને ખાઈ ગઈ છે' તેમ કહી કુહાડી અને લાકડીઓ લઈ બે શખ્સો તૂટી પડ્યા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામમાં બે ઈસમોએ એક મહિલા ઉપર ડાકણ હોવાનો ખોટો શક કર્યો હતો. તેમણે વહેમ રાખી મહિલાના ઘરે પહોંચી જઈ બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાના ઘરના સદસ્યોના ત્રણ વ્યક્તિઓને કુહાડી વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દેવગઢ બારીયાના બૈણા ગામે ભુલવણ માવી ફળિયામાં રહેતાં ગુરૂસીંગભાઈ ફુલજીભાઈ માવી અને ચંદુભાઈ ગુરસીંગભાઈ માવી એમ બંન્ને જણા પોતાની સાથે કુહાડી, લાકડી જેવા મારક હથિયારો સાથે પોતાનાજ ગામમાં રહેતાં સુરતીબેન બાબુભાઈ માવીના ઘરે આવ્યાં હતાં. તેઓએ ગાળો બોલી કહેવા લાગેલા કે, આજથી આશરે છએક મહિના પહેલા મારી પત્નીનું મોત થયું છે, અને તું ડાકણ છે, તું મારી પત્નિને ખાઈ ગઈ છે. તેના કારણે મારી પત્નીનું મોત થયું છે.

આમ, કહેતા સુરતીબેન અને તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતાં ગુરસીંગભાઈ અને ચંદુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલા કુહાડી, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બાબુભાઈ, રાજુભાઈ, ઉદેસીંગભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે સુરતીબેન બાબુભાઈ માવીએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...