તપાસ:ધાવડિયામાં દારૂ સાથે બનાવટી આધાર અને પાન કાર્ડ મળ્યાં

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂની 144 બોટલ જપ્ત : એક ફરાર,ત્રણ સામે ગુનો

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે શંકાના આધારે કાર રોકતાં તેમાંથી વિદેશી દારૂની 144 બોટલો મળી આવી હતી. એક યુવક ફરાર થવામાં સફળ થઇ ગયો હતો. પોલીસે દારૂ સાથે અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરતાં તેમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યુ હતું. ઝાલોદ પોલીસે દારૂ અને કાર મળીને 3.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ લોકો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાવડિયા ગામના કાચલા ફળિયાથી કારને શંકાના આધારે બપોરના 12.45 વાગ્યાના અરસામાં રોકતા તેમાં સવાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના નાંદવેલ ગાનો કમલેશ ગાયરી ફરાર થઇ ગયો હતો.

જ્યારે પોલીસે કટાકા કુઆ ગામના દેવીલાલ દીલચંદ ડાંગીને ઝડપી પાડ્યો હતો. કારની તલાશીમાં વ્હાઇટ લેસ વોડકાની કાંચની 750 મિલીની 11 પેટીમાંથી 132 બોટલો અને 10 નંગ છૂટ્ટી બોટલો મળી હતી. 42884 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ લાખ રૂપિયાની કાર જપ્ત કરી દેવીલાલની અંગઝડતી લેતાં તેની પાસે બનાવટી પાનકાર્ડ અને આધારકાર્ડ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. દારૂ વડોદરા લઇ જવાતો હતો. આ હેરાફેરીમાં પ્રકાશ નામક યુવકની સંડોવણી પણ ખુલી હતી. પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...