લીમખેડા તાલુકાનું બારા ગામ જેને જળ જીવન મિશન અંતર્ગત હર ઘર નળ થી જળ મળતું થયું છે. જેના ઉપક્રમે સીની, વાસ્મો તથા બારા ગામના ગ્રામજનોના સંયુક્ત સહયોગથી હર ઘર નળ થી જળના વધામણાં કાર્યક્રમ ઉજ્વવામાં આવ્યો હતો. જેમાં વાસ્મોના પ્રતિનિધિ સુરેશભાઇ પટેલ, સીની સંસ્થાના વિવેકભાઇ અને અન્ય પ્રતિનિધિઓ તથા બારા ગામના ગ્રામજનો અને આજુબાજુના દુધિયા, દૂધિયાધરા, ડુંગરા, નાનાહાથીધરા, મોટાહાથીધરા વગેરે ગામોના આગેવાનો હાજર રહ્યા હતા. બારા ગામમાં કુલ 4 ફળિયામાં 209 ઘરોમાં 1069 લોકો વસવાટ કરે છે.
વર્ષ 2019માં સીની અને વાસ્મોના સંયુક્ત પ્રયાસથી જળ જીવન મિશન કાર્યક્રમની કામગીરીની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં ડિસેમ્બર 2021માં યોજનાની ભૌતિક કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ગામના બધા ઘરે પાણી પહોચાડવા માટે ઘણા પડકારો આવ્યા હતા.
જેના નિરાકરણ માટે સીની સંસ્થાના માર્ગદર્શન હેઠળ ગામના આગેવાનોના સહયોગથી આવેલ પ્રશ્નોનું નિરાકરણ કરી ગામના દરેક ઘરે પાણી પહોચડવામાં સફળતા મેળવી છે. આ સફળતામાં યોગદાન આપનાર આગેવાનોને વધામણાં કાર્યક્રમમાં સન્માનિત કરી ગામની પાણી સમિતિ યોજનાને લાંબા સમય સુધી ચલાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.