કાર્યવાહી:દારૂનું કટિંગ કરવા નીકળે તે પહેલાં જ‎ પોલીસ ત્રાટકી, 52 હજારનો જથ્થો ઝડપ્યો‎

દાહોદ‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ચાર સામે ગુનો દાખલ કરાયો‎

ધાનપુર તાલુકાના રામપુર ગામે‎ એક ઘરે છાપો મારીને પોલીસે 52‎ હજાર રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો‎ હતો. ઇકો ગાડી લઇને દારૂનું‎ કટીંગ કરવા નીકળતી વખતે‎ પોલીસે છાપો મારતાં એક‎ વ્યક્તિને પકડવામાં સફળતા મળી‎ હતી. દારૂ લાવનાર અને દારૂ‎ મોકલનાર સહિત ચાર લોકો સામે‎ ગુનો દાખલ કરીને ધાનપુર‎ પોલીસે કાયદેસરની કાર્યવાહી‎ હાથ ધરી છે.‎

ધાનપુર તાલુકાના રામપુરા‎ સીમોડા ફળિયામાં રહેતા 50‎ વર્ષીય પોપટભાઈ અમરસીંગ‎ પટેલ, રાહુલભાઈ ફુલસીંગભાઈ‎ પટેલ, શૈલેષભાઈ મનુભાઈ પટેલે‎ એકબીજાના મેળપીપણામાં‎ તેમના કબજાની જીજે-04‎ ઈએ-2977 નંબરની ઈકો‎ ગાડીમાં ભારતીય બનાવટના‎ ઈંગ્લીશ દારૂના રૂપિયા‎ 42800ની કુલ કિંમતના‎ પ્લાસ્ટીકના કવાર્ટર નંગ-400‎ તથા માઉટ બીયરના રૂા.‎ 9600ની કિંમતના ટીન નંગ-96‎ મળી રૂા. 52400નો દારૂનો‎ મુદ્દામાલ હેરાફેરીના ઈરાદે‎ ધનારપાટીયા ગામે દીતાભાઈ‎ સનુભાઈ ભાભોરની પાસે મંગાવી‎ રામપુરા સીમોડા ફળિયામાં‎ પોપટભાઈ અમરસીંગ પટેલના‎ ઘરે ઉતાર્યો હતો.

રાહુલ ફુલસીંગ‎ પટેલ તથા શૈલેષ મનુભાઈ પટેલે‎ તેમના કબજાની ઈકો ગાડીમાં‎ ભરી કટીંગ કરવા માટે જતા‎ હતા. તે વખતે દારૂ અંગેની‎ બાતમીના આધારે ધાનપુર‎ પોલીસે રેડ પાડતાં રાહુલ પટેલ‎ તથા શૈલેષ પટેલ પોતાની ઈકો‎ ગાડી મૂકી નાસી ગયા હતા.‎ જ્યારે પોપટભાઈ પટેલ ઘરે‎ હાજર હોવાથી પોલીસે તેની‎ અટક કરી રૂા. 2,50,000ની‎ ઈકો ગાડી તથા રૂા. 52400ની‎ કિંમતનો દારૂ-બીયરનો જથ્થો‎ પકડી પાડી રૂા. 3,02,400નો‎ મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત‎ ચારે જણા વિરૂધ્ધ ધાનપુર પોલીસે‎ દારૂ સબંધિ ગુનો નોંધ્યો હતો.‎

અન્ય સમાચારો પણ છે...