હાલાકી:આઝાદીના વર્ષો બાદ પણ વિરપુરના જેસવા ગામને કાચા રસ્તામાંથી મુક્તિ નથી મળતી

વિરપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસવામાં આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી - Divya Bhaskar
જેસવામાં આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી
  • માત્ર 3 કિ.મીનો પાકો રસ્તો બન્યો નથી : ચૂંટણી સમયે અપાતા નેતાઅોના વચનો પોકળ

વિરપુર તાલુકાના પાંટા ગ્રામ પંચાયતમાં આવેલ જેસવા ગામે અંદાજીત 300 ઘરની વસ્તી ધરાવતા આ ગામનો વિકાસ માત્ર કાગળ પર છપાયો હોય તેવુ લાગી રહ્યું છે જેસવા ગામના કાચા રસ્તાને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગાધેલી ગામથી જેસવા ગામે જવાનો માર્ગ ત્રણ કીલો મીટરનો છે જે આજદિન સુધી એક પણ રાજકીય નેતાએ રસતો બનાવવા માટે કોઈએ રસ લીધો નથી. ફક્ત ચુટણી સમયે ઠાલા વચનો આપીને ચાલ્યા જાય છે. અને ચોમાસા દરમિયાન ગ્રામજનોને આ માર્ગ પર આવવું જોખમી સાબીત થાય છે. તેમ છતાં મજબુરીને કારણે જીવના જોખમે અને મજબુરીથી ગ્રામજનો આ માર્ગનો સહારો લઇ રહ્યા છે. વધુમાં શાળાએ જતા બાળકો અને ધંધાકીય અર્થે જતી પ્રજા આ માર્ગનો ઉપયોગ વધારે કરતી હોય છે.

તા. પં.માં લેખિત રજૂઆત કરી છે
પંચવર્ષીય યોજનામાં અગાઉના વર્ષમાં રોડ મુક્યો છે. તાલુકા પંચાયત કચેરીમાં પણ લેખીત રજુઆત કરી છે ગ્રાન્ટ ફાળવાતી નથી ગ્રાન્ટ ફાળવેે તેમ કામ કરેલ છે. >સાયભાભાઈ પગી, પાંટા સરપંચ

તલાટી સાથે ચર્ચા કરી નિર્ણય કરાશે
સ્થાનીક ગ્રામ પંચાયતની હદમાં આવેલ માર્ગ છે જે સ્થાનીક ગ્રામ દ્વારા બનાવવામાં આવતો હોય છે તેમ છતાં તલાટી મંત્રી સાથે આ બાબતની ચર્ચા કરી માર્ગ બનાવવા યોગ્ય નિર્ણય લઇશુ. >બી કે કટારા, તાલુકા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...