3 મિત્રો નહાવા જતાં બનેલી ઘટના:રણિયાર સ્થિત માછણ ડેમમાં ડૂબેલા છાત્રનો 48 કલાકે પણ કોઇ પત્તો નહીં

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ, ઝાલોદના લાશ્કરો સાથે NDRFની ટીમ પણ જોતરાઇ

ઝાલોદ તાલુકાના વગેલા ગામનો વિદ્યાર્થી મિત્રો સાથે રણિયાર સ્થિત માછણનાળા ડેમે નહાવા માટે જતાં તેને અકસ્માતે ડૂબી ગયો હતો. જોકે, 48 કલાક બાદ પણ તેનો મૃતદેહ મળ્યો નથી. ઝાલોદ અને દાહોદના લાશ્કરોની સતત શોધખોળ સાથે મંગળવારે NDRFની ટીમે પણ આખો દિવસ મહેનત કર્યા છતાં તેનો મૃતદેહ મળ્યો ન હતો. લીમડી પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે.

ઝાલોદ તાલુકાના વગેલા ગામનો યશ ખડીયા આઇ.પી મીશન હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. સોમવારની સવારે તે પોતાના બે મિત્રો સાથે રણિયાર ગામે માછણનાળા ડેમમાં નહાવા માટે ગયો હતો. ત્યારે અકસ્માતે તે ડૂબી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં ગામના લોકો સાથે તેના પરિવારના લોકો પણ રણિયાર ધસી આવ્યા હતાં. ઝાલોદ સાથે દાહોદના લાશ્કરોએ પણ ડેમ ખાતે પહોંચીને તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. મંગળવારના રોજ પણ ઝાલોદ, દાહોદના લાશ્કરો સાથે NDRFની ટીમ પણ તેનો મૃતદેહ શોધવામાં જોતરાઇ હતી. આખા દિવસની મહેનત થતાં તેના મૃતદેહનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાથી તેના પરિવારમાં હાલ શોકની લાગણી ફેલાયેલી છે. ઘટના પગલે લીમડી પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...