તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે કોરોના પોઝિટિવના નવા 107  કેસ નોંધાયા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 113 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે

દાહોદ જિલ્લામાં આજે ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે એકજ દિવસમાં 107 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા ફરી એકવાર જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના સંક્રમણ મામલે જિલ્લામાંથી ઓછા કેસો સામે આવી રહ્યાં હતાં. પરંતુ આજે કોરોના કેસોમાં વધારો નોંધાતા આગામી સમય માટે ચિંતા ઉભી થઈ છે.

અત્યાર સુધી 667 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે

દાહોદ જિલ્લામાં આર.ટી.પી.સી.આર.ના 2012 પૈકી 86 અને રેપીટ ટેસ્ટના 1038 પૈકી 21 મળી આજે 107 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 34, દાહોદ ગ્રામ્યમાંથી 16, ઝાલોદ અર્બનમાંથી 13, ઝાલોદ ગ્રામ્યમાંથી 03, દેવગઢ બારીયા અર્બનમાંથી 02, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી 02, લીમખેડામાંથી 11, સીંગવડમાંથી 06, ગરબાડામાંથી 07, ધાનપુરમાંથી 01, ફતેપુરામાંથી 04 અને સંજેલીમાંથી 03 કેસનો સમાવેશ થાય છે.

જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 6533 ને પાર થઈ ગયો

આજે કોરોનાથી એકપણ મોત ન નોંધાતાં જિલ્લાવાસીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, દાહોદના સ્મશાનગૃહમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે દ્રશ્યો પણ સવાલ ઉભા કરે છે. બીજી તરફ આજે 113 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 667 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 6533 ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...