તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ખાનગી દવાખાનાઓમાં પણ 100 જેટલા દર્દી સારવાર લઇ રહ્યાં છે. પરંતુ કોરોનાનો સાચો આંકડો સામે ન આવતો હોવાનો મત પણ પ્રવર્તિ રહ્યો છે. જિલ્લામાં હાલમાં 184 એક્ટિવ કેસ હોવાનું સરકારી આંકડા દર્શાવી રહ્યાં છે.
દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજ બરોજ વધી રહ્યા છે. તેને પગલે પ્રજામાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. તેમ છતાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે ગામડાઓમાં મોટે ભાગે કોઇ માસ્ક પહેરતુ નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગના તો લગીરે પાલન કરવામાં આવતુ નથી. તેના કારણે આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ વધે તો નવાઇ પામવાં જેવુ નહી હોય.
જિલ્લા મથક દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં સરકારી રાહે કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીં કોવિડ વોર્ડ જુદો બનાવેલો છે. આ સરકારી કોવિડ હોસ્પીટલમાં હાલમાં 90 જેટલા કોરોનાના દર્દી સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. બીજી તરફ તંત્રએ ચાર ખાનગી હોસ્પિટલને પણ કોરોનાની સારવાર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.
આ ચારેય ખાનગી દવાખાનાઓ જિલ્લા મથક દાહોદ મુકામે જ આવેલા છે. આ ખાનગી કોવિડ હોસ્પિટલમાં તપાસ કરતા આશરે 100 જેટલા કોરોનાના દર્દી જુદા જુદા ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તે પ્રમાણે એક હોસ્પિટલમાં 37 દર્દી દાખલ કરેલા છે અને શંકાસ્પદના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. તેવી જ રીતે બીજી એક હોસ્પિટલમાં 22 દર્દી છે. તેમજ એક હર્દય રોગની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 15 દર્દી સારવાર લઇ રહ્યા છે. જ્યારે શહેરની સૌથી જુની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 18 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
આમ જેવી રીતે દાહોદમાં ખાનગી દવાખાનાઓમાં સારવાર લઇ રહ્યા છે. તેવી જ રીતે દાહોદ બહારના મહાનગરોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનો આંક પણ મોટો હોવાનું કહેવાય છે. પરંતુ જિલ્લામાં કેટલા લોકો કોરોના ગ્રસ્ત થઇ રહ્યાં છે તેનો સાચો તાગ મળતો નથી તેમાં હવે તથ્ય લાગી રહ્યુ છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.