તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:​​​​​​​ફતેપુરા અને લીમડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ચોમાસુ જામતા મેઘમહેરની આશા બંધાઈ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજે વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. ઘણા દિવસોથી અસહ્ય બફારા તેમજ ગરમીથી લોકોને રાહત મળી હતી. ત્યારે વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂત મિત્રો પણ ખેતીકામમાં જોતરાયા હતાં.

વરસાદ આવતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ

આજરોજ ઝાલોદ તાલુકાના લીમડીમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેને પગલે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. સવારથીજ વાતાવરણમાં અલગ માહોલ હતો. કાળઝાળ ગરમી બાદ વાતાવરણ બદલાયું અને લીમડીમાં વરસાદ પડતાં લોકોને બફારા તેમજ ગરમીથી રાહત મળી હતી. વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે સમગ્ર લીમડીમાં વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે બીજી તરફ ફતેપુરામાં પણ મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકો તેમજ ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોએ તેનો આનંદ લીધો

ફતેપુરામાં પણ સવારથી ગરમી અને બફારો હોવાથી બપોરના સમયે આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઇ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી. જ્યારે વરસાદ પડતાં જ નગરના તમામ રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયુ હતું. ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોએ તેનો આનંદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...