તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર દ્વારા કાર્યવાહી:દાહોદ પાલિકા દ્વારા વીજતંત્રનું દબાણ બુલડોઝર ફેરવી દૂર કરાયું

દાહોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને લોકોની સુવિધા માટે અડચણરૂપ દબાણો તોડાયાં

દાહોદ અનાજ માર્કેટથી લઇ શહેરને વીજ પુરવઠો પુરો પાડતા એમ.જી.વી.સી.એલ.અને પાવર હાઉસ સુધીના માર્ગે ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને લોકોની સુખાકારી વધે તેવા પ્રયત્નોને લઈને એમ.જી.વી.સી.એલ.ની દીવાલ સહિતના આ માર્ગે પ્રવર્તતા દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

દાહોદ પાલિકા તંત્ર દ્વારા વીજ તંત્રને વારંવાર સૂચન આપવામાં આવ્યા બાદ અને કોર્ટનું શરણું લેવા છતાં પણ વીજતંત્ર તરફથી કોઈ પ્રતિસાદ નહીં સાંપડતા પાલિકા તંત્ર દ્વારા તા. 5 એપ્રિલના રોજ એમ.જી.વી.સી.એલ.ની બહારની દીવાલ તથા આ માર્ગે આવતા આડખીલીરૂપ અન્ય દબાણો બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે લોકટોળા ઉમટયા હતા.

મૂળે 16 મીટરનો આ રસ્તો દબાણોને લઈને પાલિકાની માપણી દરમિયાન 8 મીટરનો નોંધાયો હતો જેને લઈને પાલિકા દ્વારા વીજ તંત્રને અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા આખરે પાલિકા તંત્રે મુખ્ય અધિકારી નવનીતકુમાર પટેલ, પ્રમુખ રીનાબેન પંચાલ, કારોબારી ચેરમેન લખનભાઇ રાજગોર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બુલડોઝર મંગાવી સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત આકાર પામતા ઓવરબ્રિજ માટે પોતાના માપ પ્રમાણેની જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો