સંગ્રામ પંચાયત:દાહોદ જિલ્લાની 569માંથી 356 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો, તમામ ગ્રામ પંચાયતોની તારીખ 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચુંટણીની જાહેરાત કરતાં સાથે જ દાહોદ જિલ્લામાં રાજકિય ગરમાવો જોવા મળ્યો હતો. ડિસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજાવાની સંભાવનાના પગલે મુરતિયાઓએ વિવિધ પ્રકારની આગોતરી કામગીરી શરૂ કરી દીધી હતી. દાહોદના નવ તાલુકાઓની 569 ગ્રામ પંચાયતો પૈકી અંદાજિત 356 જેટલી પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની 19 ડિસેમ્બરના રોજ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી યોજવામાં આવશે.

આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર, ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ 6 ડિસેમ્બર, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર, પુન: મતદાન જો હોય તો 20 ડિસેમ્બર, મતગણતરી 21 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે.

મધ્યસત્ર, પેટા, વિભાજન અને સામાન્ય ચુંટણીની જાહેરાત સાથે જ વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો તરીકે ઉમેદવારી કરનારા મુરતિયાઓ હાલ પોત પોતાના આયોજનમાં જોતરાઇ ગયા છે. ચૂંટણી લડવા અને સરપંચ બનવા ઈચ્છતા આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામપંચાયતના સરપંચની ચૂંટણી પણ મહત્વની બની રહેતી હોય છે.

કયા તાલુકામાં અંદાજે કેટલી પંચાયતમાં ચૂંટણી

તાલુકોકુલચૂંટણી
સંજેલી1814
ગરબાડા4123
દાહોદ7957
સીંગવડ4533
ઝાલોદ10464
ફતેપુરા6834
ધાનપુર6550
દે.બારિયા8656
લીમખેડા6342

​​​​​​​

પંચમહાલ જિલ્લામાં 382 ગ્રામ પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું
રાજય ચૂંટણી આયોગે રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરતાં પંચમહાલ જિલ્લામાં અાચારસંહીતા લાગુ થઇ ગઇ હતી.પંચમહાલ જિલ્લાની 501 ગ્રામ પંચાયતોમાંથી 382 ગ્રામ પંચાયતમાં 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે તાજેતરમાં રાજય ચૂંટણી અાયોગ દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન મુજબ ફેરફાર કરતંા ગ્રામ પંચાયતમાં સત્તા મેળવવા માટે ગ્રામ કક્ષાએ રાજકારણ ગરમાયું છે. જેથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટભાગની પંચાયતોમાં નવા મુરતીયા જોવા મળશે. ત્યારે પંચમહાલની 382 ગ્રામ પંચાયતોના 3336 વોર્ડના 950 બુથ પર બેલેટ પેપર થી મતદાન થશે.

જેમાં સાત લાખ કરતાં વધુ મતદારો મતાધીકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ગોધરા તાલુકાની 73, કાલોલ તાલુકાની 43, હાલોલ તાલુકાની 81, ઘોઘંબા તાલુકાની 65, જાંબુઘોડા તાલુકાની 24, મોરવા(હ) તાલુકાની 38 તથા શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર, ઉમેદવારી ફોર્મ ચકાસવાની 6 ડિસેમ્બરે, ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર રહેશે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 21 ડિસેમ્બરે થશે. ગ્રા.પંચા.ની ચૂંટણી જાહેર થતાં જ ગરમાવો અાવ્યો છે.

મહીસાગરની 256 ગ્રામ પંચાયતોની ચૂંટણી
મહીસાગર જિલ્લાની 256 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે જે આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેનું 21 ડિસેમ્બરે પરિણામ જાહેર થનાર છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણીને પગલે ગામડાઓમાં રાજકીય ધમધમાટ દેખાઇ રહ્યો છે. જિલ્લામાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં સરપંચની એક બેઠક માટે ચારથી પાંચ ઉમેદવારો ઉભા હોવાનંુ જાણવા મળ્યું છે. જેના કારણે ગામડાઓમાં
રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પાર્ટીઓ માનીતા સરપંચો બનાવવા પેંતરા રચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...