તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે.જેથી બુટલેગરો માટે તો સ્વર્ગ જ છે પરંતુ ગુનેગારો માટે પણ સુવિધાપૂર્ણ થઇ પડે છે. કારણ કે ગુના આચરી પાડોશી રાજ્યોમાં છુપાઇ જાય છે ત્યારે આગામી ચુંટણીઓને લઇને રેન્જ આઇજી દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ ચુંટણી થાય તેના માટે વડોદરા રેન્જના પોલી મહાનિદેશકની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશઅને રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી દારુબંધીના ચુસ્ત અમલ અને ફરાર ગુનેગારોને ઝડપી પાડવા મામલે વિસતૃત ચર્ચા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લો ભૌગોલિક રીતે ગુનેગારો માટે સહાય રુપ છે.કારણ કે જિલ્લાનો સમગ્ર વિસ્તાર અંતરિયાળ અને ડુંગરાળ છે.જેથી જિલ્લાના ગુનેગારો સમગ્ર રાજ્યમાં ગુના આચરીને ગ્રામ્ય વિસ્તારોમાં છુપાઇ રહે છે.ઘણે ઠેકાણે તો પોલીસ કુમકને પણ જવામાં વિચારવુ પડે તેવા દુર્ગમ વિસ્તારો છે, આ ઉપરાંત જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોઇ જિલ્લા ઉપરાંત પાડોશી રાજ્યોના ભુટલેગરો માટે આ વિસ્તાર સોનાની ખાણ સમાન છે.
ચોરી,લૂંટ,ધાડ કે હત્યા અથવા હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મુખ્યત્વે મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાં લપાતા છુપાતા રહે છે.ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વિદેશી દારુ ઘુસાડવા માટે દાહોદ જિલ્લો પ્રવેશદ્વાર બનેલો છે અને કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ વર્ષોથી તેનો ગેરલાભ લેતા આવ્યા છે તે સર્વ વિદિત છે.
આ મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ ચુંટણીમાં દારુનો દુરઉપયોગ થતો હોવાથી બુટલેગરો પણ સક્રિય થાય છે.જેથી ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાએ દાહોદ જિલ્લાના તેમજ પાડોશી રાજ્યોના સરહદી જિલ્લાના પોલીસ અધિકારી્ાેની એક બેઠક તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બોલાવી હતી.આ બેઠકમાં વડોદરા રેન્જના પોલીસ મહાનિદેશક હરિકૃષ્ણ પટેલે ઉપસ્થિ રહી જરુરી સુચનાઓ આપી હતી.જેમાં મધ્ય પ્રદેશના જાબુઆ,અલીરાજપુર અને ધાર જિલ્લાના એસપી તેમજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના એસ,પી ઉપસ્થિત રહ્યા હતા.
ચુટણીમાં ગુનેગારો દ્વારા કોઇ આતંક ન ફેલાવાય તેમજ રાજકીય નેતાઓ કે પક્ષો દ્વારા આવા તત્વોનો દુરઉપયોગ ન થાય તેના માટે ભાગેડુ ગુનેગારોની યાદીની આપલે કરવામાં આવી હતી.જેથી પાડોશી રાજ્યોમાં આવા આરોપીઓ છુપાયેલા હોય તો તેમને ઝબ્બે કરી શકાય. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોને ઝડપી પાડવા સંકલન કરવામાં આવ્યુ હતુ. જો કે દારુબંધીના ચુસ્ત અમલ માટે તો પોલીસ વિભાગે સામાન્ય દિવસોમાં પણ એટલી જ તકેદારી રાખવી જરુરી છે કારણ કે આ મામલે જિલ્લાની સ્થિતિ કેવી છે તે કોઇથી છુપુ નથી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.