તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાફેરી:ઝાલોદની ધાવડિયા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન 94,360 રુનો દારુ ઝડપાયો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકસ્પોટ પર પોલીસે નાકાબંધી કરી હતી.તે દરમ્યાન પોલીસે વાહન ચેકિંગમા એક આઈટેન ગાડીમાંથી કુલ રૂા.94,360ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.1,94,360 નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાહરૂખ નવીન બક્ષ જાતે મનસુરી અને તેની સાથે સકીલખાન રસીદભાઈ પઠાણ (બંન્ને રહે.તા.જી.ભીલવાડા,રાજસ્થાન) આ બંન્ને જણા ગત તા.૨૬મી જુનના રોજ પોતાની આઈ ટેન ગાડીમાં બેસી ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન નાકાબંધીમાં ઉભેલી પોલીસને આ ગાડી પર શંકા જતાં પોલીસે ગાડી રોકી ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી હતી અને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો .

પોલીસે તેઓની આઈ ટેન ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.1348 જેની કિંમત રૂા.94,360 અને ગાડીની કિંમત મળી કુલ રૂા.1,94,360 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે રહેતાં વિશાલભાઈ હરીહરભાઈ કહાર અને વિશાલનો મોટો ભાઈ એમ બંન્ને માટે ભરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સંબંધે ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ- ધરી છે.

અન્ય સમાચારો પણ છે...