તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:​​​​​​​દાહોદના છાપરવડની હડફ નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, પોલીસે આગળની તપાસ હાથ ધરી

દાહોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંન્ને કિશોરોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી લેવાયા દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસમાં પોલીસ જોતરાઇ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં આવેલી હડફ નદીમાં ગઇકાલે સાંજના સુમારે ન્હાવા પહેલા બે કિશોરોના ડૂબી જવાથી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના લીમખેડા તેમજ સીંગવડ તાલુકામાંથી હડફ નદી પસાર થાય છે. ગત સાંજે સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં રહેતા બે કિશોરો આ હડફ નદીમાાં ન્હાવા ગયા હતા. ઉંડા પાણીમાં બંન્ને ડુબી જતાં તેમના મોત નીપજ્યા હતા. બંન્નેમા મૃતદેહ પણ નદીમાંથી બહાર કાઢી પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

આ બંન્ને કિશોરો એક બીજા સાથે કોઇ સંબંધ છે કે નહી તેની જાણકારી હાલ મળી નથી. આ અંગે સીંગવડના પીએસઆઇએ જણાવ્યુ છે કે, હાલ કાર્યવાાહી ચાલી રહી છે. બંને કિશોરો એક બીજાથી શુ સંબંધ ધરાવે છે. વગેરે માહીતિ પોલીસ એકઠી કરી રહી છે.

આ બંન્ને યુવાનો પૈકી એક પ્રકાશ નરવતભાઇ પટેલ ઉ.વર્ષ 18 અને બીજો યુવક ભાવેશ ભારતભાઇ બારીયા ઉ,વર્ષ 19 હોવાનું માલુમ પડ્ય ુછે.બંન્નેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ પણ લેવી પડી હતી ત્યારે હવે પેલીસે અક્સામતે મોતનો ગુનો નોંધી આગળની કાર્.વાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો