તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • Despite The Drop In Tests In Dahod District Today, 89 Cases Of Corona Were Reported, Bringing The Total Death Toll In The District To Over 252.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામા આજે ટેસ્ટ ઘટ્યા હોવા છતાં કોરોનાના 89 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ મૃત્યુઆંક 252ને પાર કરી ગયો

દાહોદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામા ત્રણ દિવસથી રેપીડ કીટ ન હોવાથી ટેસ્ટ આપોઆપ ઓછા થયા દાહોદ પાલિકા પ્રમુખ રીના પંચાલ કોરોનાગ્રસ્ત થયા

દાહોદ જિલ્લામાં આજે વધુ 89 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વધુ આઠ જેટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 252ને પાર કરી ગયો છે. જિલલામા રેપીડ ટેસ્ટની કીટની તીવ્ર અછત છે ત્યારે તેને કારણે જ આજે આટલા ઓછા કેસ નોંધાયા હોવાનુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લામા RT-PCRના 936 બેકી 54 અને રેપીડ ટેસ્ટના 370 પૈકી 35 મળી આજે ફુલ 89 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 89 પૈકી દાહોદ અર્બનમાંથી પાલિકા પ્રમુખ રીના પંચાલ સહિત 12, દાહોદ ગ્રામ્યમાંથી 06 ઝાલોદ અર્બનમાંથી 02, ઝાલોદ ગ્રામ્યમાંથી 18, દેવગઢબારિયા અર્બનમાંથી 01, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી 07, લીમખેડામાંથી પાંચ, સીંગવડમાંથી 07, ગરબાડામાંથી 03, ધાનપુરમાંથી 11, ફતેપુરામાંથી 16 અને સંજેલી માંથી 01 કેસ સામે આવ્યો છે.

દાહોદ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને પગલે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આજે આઠ દર્દીઓએ કોરોના થી પોતાનો જીવ ગુમાવ્યો છે બીજી તરફ આજે આવેલા 89 પોઝિટિવ કેસોની સંખ્યાની સરખામણીમાં જ 89 લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 5230 ને પાર થઈ ચૂક્યો છે.જિલલામા છેલ્લા ત્રણ દિવસથી રેપીડ ટેસ્ટ કીટ ન હોવાથી લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે પોઝિટિવ કેસ ઘટવાનુ કારણ ટેસ્ટ ઓછા કરાયા હોવાનુ આજે નરી આખે દેખાઈ રહ્યુ છે ત્યારે આવનાર દિવસોમા એકાએક કેસ વધશે તો તેની જવાબદારી કોણ લેશે તે નિશ્ચિત કરવુ જ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો