• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Drizzle In The Evening In 3 Districts, Moderate Rains At Night, Fear Of Damage To Standing And Harvested Crops, Farmers Disappointed

વાતાવરણમાં પલટો:3 જિલ્લામાં સાંજે ઝરમર, રાત્રે મધ્યમ વરસાદ, ઊભા અને લણેલા પાકને નુકસાનનો ભય, ખેડૂતો નિરાશ

દાહોદ, ગોધરા, મહિસાગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં મોડી સાંજે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા - Divya Bhaskar
ગોધરામાં મોડી સાંજે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા
  • 3 જિલ્લામાં સાંજે ઝરમર, રાત્રે મધ્યમ વરસાદ, ઊભા અને લણેલા પાકને નુકસાનનો ભય, ખેડૂતો નિરાશ
  • પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તંત્રનું પાક સાચવવા સૂચન

સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં ગુરૂવારે પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો અાવ્યો હતો. વાતારવણ બદલાતાં ઠંડા પવન સાથે દિવસભર વાદળીયું રહ્યા બાદ સાંજના સમયે હળવા છાંટાની શરૂઆત થઇ હતી. આ વાતાવરણથી ખેતરોમાં તુવેરના પાકમાં હવે ઇંયળ થવાની શકયતાઅો સેવાઇ છે. વાતાવરણમાં પલટો આવતાં તાપમાનનો પારો ગગડ્યો હતો. દિવસમાં મહત્તમ તાપમાન 28 અને લધુતમ 20 ડીગ્રી રહ્યું હતું. દિવસભર ઠંડો પવન ફુકાતાં શહેર ઠુઠવાયું હતું.

દાહોદમાં કમોસમી વરસાદ
દાહોદમાં કમોસમી વરસાદ

આખો દિવસ વાદળીયા વાતાવરણને લીઘે ગોધરા શહેર સહિત અાસપાસના વિસ્તારોમાં પણ છુટાછવાયા છાટાં પડતાં રોડ ભીનાં થયા હતા. કેટલાક વિસ્તારમાં સાંજ બાદ વધુ વરસાદ પણ નોંધાયો હતો. જેને પગલે હવે કાપેલી ડાંગરને નુકસાન થઇ શકે તેમ છે. હજુ અાગામી બે દિવસ સુઘી વાતારવણ વાદળીયું રહીને કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. ત્યારે ખેડૂતો અને એપીએમસી પણ લીધેલો પાક બચે તે માટેની કવાયતમાં જોતરાઇ ગયાં છે.

હાલોલ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા
હાલોલ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા

માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મૂકેલું અનાજ ઢાંકવું પડ્યું
પંચમહાલમાં તંત્રએ તા.18ના રોજ વરસેલા અને 20 નવેમ્બર સુધી આગાહિત વરસાદની સંભાવનાને લઇને ખેડૂતોને ખેતરમાં કાપણી કરેલી જણસી અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો અથવા તો યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જણાય તેવું કરવા પશુઓને પણ સલામત સ્થળે લઇ વિનંતી કરી છે. અાગાહીને લઇને ટેકાના ભાવની ખરીદી ચાલી રહી હોવાથી પૂરવઠા વિભાગે તમામ સેન્ટરોને તકેદારી રાખવાની સુચનાઅો આપી છે. જેને લઇને માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામા મુકેલા અનાજ તાડપત્રીથી ઢાંકી દેવામાં અાવ્યા છે.

દેવગઢ બારિયામાં સાંજના સમયે વરસાદ પડ્યો હતો
દેવગઢ બારિયામાં સાંજના સમયે વરસાદ પડ્યો હતો

હાલોલ ખાતે મંગળવારથી વાદળછાયુ વાતાવરણ હોય હવામાન વિભાગની આગાહીના પગલે સાંજના સમયે ધીમીધારે કમોસમી વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર થયું હતું. સાંજથી વરસાદ થતાં પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદને કારણે આજુબાજુના ગામડાઓના નાના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે તેવું જણાઈ રહ્યું છે. હજુ જો વરસાદ પડશે તો ઉભા પાકોને ભારે નુકશાન થશે તેવી ભિતી સેવાઇ રહી છે. શિયાળાના સમયમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના માથે આભતુટી પડ્યું છે.

દાહોદ | જિલ્લામાં કમોસમી વરસાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. એપીએમસી સહિતના અનાજના ગોડાઉનમાં સાવચેતી રાખવા તંત્રે સુચના આપી દીધી છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં મોડી સાંજે કમોસમી ઝરમર વરસાદ પડતાં રસ્તા ભીના થયા હતાં. જેથી ઠડીમાં વધારો નોંધાયો હતો. દાહોદ કલેક્ટર કચેરી ખાતેથી દાહોદ એપીએમસી સહિત અનાજના ગોડાઉનની સાવચેતી રાખવા સુચના આપી દેવાઇ છે. ગુરુવારે કેટલીક જગ્યાએ રસ્તા ભીના થયા હતા તો કેટલીક જગ્યાએ નેવા આવી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...