અકસ્માત:મોટીખરજમાં બળદ સાથેેના અકસ્માતમાં ચાલકનું મોત

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે રસ્તા વચ્ચે અચાનક બળદ આવી જતાં સર્જાયેલા અકસ્માતામાં ઘાયલ થયેલા બાઈક ચાલકનું પંદર દિવસ બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામનો યુવક તારીખ 4 નવેમ્બર-2021ના દિવસ દરમિયાન બાઈક લઇને પોતાના ઘરેથી દાહોદ તરફ આવતો હતો. તે દરમિયાન મોટીખરજ કોતર પાસે જતાં રોડ ઉપર અચાનક બળદ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને માથાના ભાગે તેમજ પીઠના પાછળના મુઢ માર તેમજ શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ થવા પામી હતી. જેથી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થામાં સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ સારવાર દરમિયાન ગતરોજ તારીખ 20મીના રોજ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બાબતે નરેશભાઇ ગુમલભાઇ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...