ઝડપની મજા, મોતની સજા:દેવગઢ બારીઆના નાની ઝરીમાં ચાલકે પૂરઝડપે બાઈક હંકારતાં બાઇક સ્લીપ ખાઈ ગયું, ચાલકનું ઘટનાસ્થળે મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઇ હતી. જેમાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

કરણભાઈ વાલસીંગભાઈ ભગોરા (રહે. સંતરામપુર રોડ, મોરવા (હ), જિ.પંચમહાલ) પોતાની મોટરસાઈકલ લઈ દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામેથી પસાર થઈ રહ્યા હતા. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં કરણભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે સંતરામપુર રોડ, મોરવા (હ), જિ. પંચમહાલ ખાતે રહેતાં વાલસીંગભાઈ ભોદુભાઈ ભગોરાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...