પોલીસ કાર્યવાહી:ઝાલોદની ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બામરોલીના કાર ચાલકની ધરપકડ

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30,120 રૂ.નો જથ્થો, કાર, મોબાઇલ મળી 2,85,120 રૂ.નો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાની ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી ઇંગ્લિશ દારૂની 69 બોટલ સાથે પંચમહાલના બામરોલીના કાર ચાલકને ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યો હતો. 30,120 રૂ.નો જથ્થો તથા કાર અને એક મોબાઇલ મળી કુલ 2,85,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

બાતમીના આધારે વોચ ગોઠવી હતી
ઝાલોદ પોલીસ મથકના સિ. પોસઇ એમ.એમ.માળી તથા સ્ટાફના માણસો ગતરાત્રીના સમયે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જીજે-01-ઝેડએચ-5453 નંબરની રેનોલ્ડ કારનો ચાલક ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને ગોધરા તરફ જવાનો હોવાની બાતમી મળી હતી.

કારની તલાશી લેતાં દારુ ઝડપાયો
​​​​​​​
જેના આધારે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી કાર આવતાં તેને રોકી ગાડીના ચાલક પંચમહાલ જિલ્લાના બામરોલી ગામના રાહુલ પ્રકાશ ધરમાણીને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં ઇંગ્લિશ દારૂની જુદા જુદા માર્કાની નાની મોટી કુલ 69 બોટલ જેની કિંમત રૂ.30,120ની મળી આવી હતી. જથ્થો તથા હેરાફેરી માટે વપરાયેલ 2.50 લાખની ગાડી તથા 5000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ 2,85,120 રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલક રાહુલ પ્રકાશ ધરમાણીની ધરપકડ કરી ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...