ભાસ્કર વિશેષ:ઝાલોદ તાલુકાના પાંચ જિલ્લા પંચાયત મતવિસ્તારમાં નલ સે જલ યોજના થકી પીવાનું પાણી પહોંચાડાશે

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટોમાં કરોડોની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
  • પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટમાં નલ સે જળ યોજના હેઠળ ખાતમુહુર્ત કાર્યક્રમ ચણાસર ખાતે યોજવામાં આવ્યો હતો.નલ સે જલ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલાની આગેવાનીમાં નલ સે જળની મહત્વાકાંક્ષી યોજનાનું વિધિવત ખાતમહૂર્ત કર્યું હતું.આ યોજનાના કારણે તાલુકાના સરહદી ગામોના લોકોને પીવાનું પાણી ઘર આંગણે મળી રહેશે.

આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ કૃષ્ણરાજ ભુરીયા,મહામંત્રી નરેન્દ્ર સોની,તાલુકા સભ્ય રાધાબેન ભાભોર સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.આ યોજના અંતર્ગત સીમલીયામાં રૂ. 753 લાખ, આંબા રૂ.891.25 લાખ, ચાકલીયા રૂ.549.92 લાખ અને લીમડી જિલ્લા પંચાયત મતવિસ્તારમાં સમાવિષ્ઠ 5 ગામોની રૂ. 626.56 લાખની નલ સે જળ યોજના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...