દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રવીવારે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરતાં તેમાં 300 લોકોએ રક્તદાન કર્યુ હતું. સંત નિરંકારી ફાઉન્ડેશન સાથે જોડાયેલા અનુયાયીઓએ આ શિબિરમાં ઉમળકાભેર રક્તદાન કરીને ‘લહુ નાલી મે નહીં નાડી મે બહાઓ’નું સૂત્ર સાર્થક કર્યું હતું.
દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી શિશુ વિદ્યાલય મંદિરમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ ઝોનના તેમાં આજૂબાજૂના ગામોના અનુયાયીયોએ 300 યુનિટ રક્તદાન કરી માનવતાના કાર્યમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રકાશ જોશીજીના કરકમલો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે એક વિશાળ સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. દાહોદ ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઇએ કેમ્પમાં ઉપસ્થિત અને રક્તદાન કરનારા લોકો સાથે સરસ્વતી શિશુ વિદ્યાલય મંદિર પ્રમુખ કનુભાઈ સૈનિનુ તથા ઝાયડસ હોસ્પિટલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.