માપણી કરવા કલેક્ટરનો આદેશ:ફતેપુરાના સુખસરમાં દાતાએ મંદિર માટે જમીન દાનમા આપી, મંદિરની જમીન પચાવી પાડવા દબાણકારો ગરીબ બની ગયા

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારે સરકારમાં રજૂઆત કરી ત્યારે માપણી કરવામા આવી
  • સંપૂર્ણ તપાસ બાદ દબાણકર્તા સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે છે

ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરની જમીનમાં દબાણ કરી દેવાયુ છે. જે દૂર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ દબાણ કર્તાઓએ ગરીબ હોવાના અને રહેણાંક મકાનના ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જેમા અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા દાહોદ કલેકટરને તપાસ હુકમ કર્યો હતો. જેમાં જિલ્લા કલેકટર દ્વારા આદેશ અપાતા માપણી કરાવાઇ આવી હતી.

રજૂઆતો કરવા છતાં દબાણો ન હટાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરમાં ધર્મશાળા વાળી જગ્યાએ પાકા દબાણો થઈ ગયા છે. જે દબાણો દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તાલુકો કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા.

દબાણ કર્તાઓએ જમીન નામે કરાવવા 'ગરીબ' બની ગયા
દબાણ કર્તાઓ સુખસર સહિત અન્ય શહેરોમાં માલમિલકત અને વૈભવી મકાનો ધરાવે છે છતાં પણ તેઓ દ્વારા ગરીબ હોવાના અને દબાણ વાળી જગ્યાએ રહેણાંક મકાનો ધરાવે છે તેવા ખોટા પુરાવા ઊભા કર્યા છે. દબાણદારોએ જમીન નામે કરાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી.

રાજ્ય સરકારે આદેશ કર્યો ત્યારે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યુ
જેથી અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા નિયમ બધ્ધ કરવાની ફાઈલ રદ કરી અને પરત જિલ્લા કક્ષાએ મોકલી આપી હતી. ઉપરાંત જિલ્લા કલેકટર દાહોદ ને સંપૂર્ણ તપાસ કરવા આદેશ કર્યો હતો .જેમાં જિલ્લા કલેકટર દ્વારા માપણી કરાવાઈ હતી. માપણીના રિપોર્ટ બાદ દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે તેવું જાણવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે સુખસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.

આ અંગે સર્કલ ઓફિસરે જણાવ્યુ હતુ કે, કલેક્ટર કક્ષાએથી થયેલા હુકમ અનુસાર ડીએલઆર દ્વારા માપણી હાથ ધરવામાં આવી હતી. તેમના પત્ર અનુસાર અમો પણ માપણીમા હાજર હતા. હવે જે તે કક્ષાએ અહેવાલ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...