કાર્યવાહી:દાહોદમાં 28 ભેજાબાજો દ્વારા બોગસ સોગંદનામું કરી જમીન પચાવવા કારસો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોગંદનામું ખોટું જણાતાં મામલતદારે 28 સામે ગુનો નોંધાવ્યો

દાહોદની વિધવા મહિલા સહિત 28 વ્યક્તિએ જમીન પચાવવાનો કારસો ઘડી ખોટું સોગંધનામુ કરી મામલતદાર સમક્ષ રજુ કરી પોતે જમીનના માલિક છે અને જમીન તેઓના કબજામાં છે તેવું ખોટું જણાવી ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરતાં ચકાચણી દરમિયાન સોગંધનામુ ખોટુ હોવાનું પુરવાર થતાં મામલતદારે મહિલા 28 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ શહેરના સહકાર નગર ખાતેની રેવન્યુ સર્વે નં.7694 પૈકી 1 ક્ષેત્રફળ 1762 ચોરસ મીટરવાળી જમીન પોતાની ન હોવાનું જાણતા છતાં લીલાબેન માળી નામની વિધવા મહિલા સહીત 28 લોકોએ જમીન પચાવવાનો કારસો રચી જમીનમાં જ.કા.ક.65 અન્વયે પરવાનગી મેળવવાના નામે ખોટુ સોગંધનામું તૈયાર કરી ખોટી હકીકતો દાહોદ મામલતદાર સમક્ષ રજુ કરી આ જમીનના માલીક છે.

અને આજે જમીન તેઓના કબજામાં છે તેવું ખોટું જણાવી ગેરમાર્ગે દોરી ખોટો હુકમ કરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચકાસણી દરમિયાન સોગંદનામુ ખોટું હોવાનું જણાઈ આવતાં દાહોદ મામલતદારે 28 લોકો સામે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...