લાઈટના થાંભલે ધડાકા:દાહોદના સહકાર નગરના વીજ પોલમાં એકાએક ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતાં દોડધામ મચી

દાહોદ16 દિવસ પહેલા
  • સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો, કોઈ ઈજા કે નુકસાન ન થતાં રાહત સ્થાનિક લોકોએ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો

દાહોદ શહેરમાં આવેલા સહકાર નગર ખાતે વીજ લાઈનમાં એકાએક ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે આ અંગે વીજ કંપનીને જાણ કરાતાં આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દાહોદ શહેરના સહકાર નગર ખાતે આવેલી એક વીજપોલ લાઈનમાં અચાનક કોઈ કારણોસર ધડાકા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યા હતા. જેને પગલે સ્થાનિક લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જો કે હાલમાં કોઈ પ્રકારની નુકશાની કે જાનહાની થવા પામી નથી. પરંતુ વીજ લાઈનોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠવા પામી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો. વીજ કંપનીને પણ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...