દબાણકર્તાઓને નોટિસ:સંજેલીમાં દબાણ અને વિવાદવાળા રસ્તાની ડીડીઓની ઓચિંતી તપાસથી દોડધામ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી અને લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા DDOની સૂચના

સંજેલી ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વિકાસ રૂંધાઈ રહ્યો છે. નગરમાં સ્ટ્રીટ લાઈટ રસ્તાઓ ગટર સ્વચ્છતા સહિતની અસુવિધાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. સંજેલી તાલુકા સેવાસદનથી સંતરામપુર ચોકડી ચાલી ફળિયું વચલુ ફળિયું અને કુંભાર ફળીયા વિસ્તારમાં ગટર સાથેના રસ્તાઓ કરોડો ના ખર્ચે મંજુર થયા છે. જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો ખુલ્લા કરી અને રસ્તાની કામગીરી કરવા માટેની તાલુકા જિલ્લા મથકે રજુઆત કરી હતી. જે બાદ જિલ્લા અધિકારી દ્વારા રસ્તાની કામગીરી બંધ કરાવી હતી.

ફરી બે દિવસ અગાઉ રસ્તાની કામગીરી શરૂ કરાતા આજે વહેલી સવારે કામગીરી બંધ કરાવવા માટે રસ્તા પર જ સ્થાનિક આગેવાન દ્વારા રોડ પર ઇટો ઠાલવી હતી. ફરી વિવાદ સર્જાતા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ તાલુકા અધિકારી અને સરપંચની ટીમ સાથે રસ્તાની કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી.

માથાભારે તત્ત્વો દ્વારા સરકારી જમીન ઉપર કેબીનો મુકી અને ભાડુ વસુલતા હોવાનું ધ્યાને આવતાં સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવા તાલુકા અધિકારી ને નોટિસ ફટકારવા ની અને દબાણો ખુલ્લા કરવા માટે જણાવ્યું હતું જો કોઈ માથાભારે ઈસમો દબાણો ખુલ્લા ન કરે તો લેન્ડગ્રેબિન નો ગુનો દાખલ કરવા સહિતની તાલુકા અધિકારી ને જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ સૂચના અપાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.સરપંચ તલાટી સહિત તાલુકા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

રસ્તાની કામગીરી શરૂ કરવા સૂચના
સંજેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ રસ્તા અને દબાણની મુલાકાત લીધી હતી. રસ્તાની કામગીરી શરૃ રાખવાની સૂચના આપી હતી સાથે સાથે સરકારી જમીન પર થયેલા દબાણો ખુલ્લા કરવા માટે નોટિસ ફટકારી અને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી છે.> વી. સી ભરવાડ, મહેસુલી મામલતદાર, સંજેલી

અન્ય સમાચારો પણ છે...