ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા ખેલ મહાકુંભ-2022 અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પે.ખેલ મહાકુંભમાં શારીરિક ક્ષતિની સ્પર્ધા સીટી ગ્રાઉન્ડ દાહોદના મેદાન ખાતે યોજાઇ હતી.આ સ્પર્ધામાં દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.
દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. જિલ્લાના ખેલાડીઓ તેમાં સારામાં સારું પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરશે. દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ-2022 અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ તેમા મોટા પ્રમાણમાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઈ રમતોમાં તેમની કુશળતાનું કૌવત દેખાડ્યું હતું.
આ ખેલ મહાકુંભમાં જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી તથા, બ્લાઈન્ડ વેલફેર સંસ્થાના પ્રમુખ યુસુફી કાપડિયા,બેડમિન્ટન એસો. સેક્રેટરી વસંતભાઇ , સ્પેશ્યલ દિવ્યાંગ ખેલ મહાકુંભ સ્પર્ધાના કન્વીનર વિરેન્દ્રભાઈ,પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, અશોક પટેલિયા અને ભાગ લીધેલ દિવ્યાંગ ખેલાડીઓ સહિત અધિકારીઓ-કર્મચારીઓ અને સ્પર્ધકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.