પોલીસ ફરિયાદ:દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી યુવકો બે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 અને 15 વર્ષની કુમળી વયની કિશોરીઓના અપહરણ કરાતાં ફરિયાદ

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓના અપહરણ કરવામાં આવ્યા હતા.બે યુવકો દ્વારા લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવાઈ છે.

ચૈડીયાના યુવકે મિત્રની મદદથી સગીરાનું અપહરણ કર્યુ
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે બન્યો હતો. જેમાં ગત તા.3 સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે રહેતા અજયભાઈ કશનાભાઈ પલાસે તેના મિત્ર આઝાદભાઈ રામુભાઈ પલાસની મદદ લઈ લીમખેડા તાલુકામાં રહેતી એક 15વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયો છે. આ સંબંધે સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના મંડાવાવનો યુવક સગીરાને 12 દિવસ પહેલાં ઉઠાવી ગયો
​​​​​​​
સગીરાના અપહરણનો બીજાે બનાવ દાહોદ તાલુકાના મંડાવાવ ગામે બન્યો હતો. જેમાં ગત તા. 24 મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના તણસીયા ગામે વડલી ફળિયામાં રહેતો ઉદેસીંગભાઈ ગોરસીંગભાઈ ​​​​​​​ભાભોર દાહોદ તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ ફરાર થઈ ગયો છે.આ સંબંધે સગીરાના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...